ગીતોનું ગીત
૧ ગીતોમાં સૌથી સુંદર ગીત,* સુલેમાનનું ગીત:+
૩ તારા અત્તરની મહેક મન મોહી લે છે.+
તારું નામ માથા પર રેડાયેલા ખુશબોદાર તેલ જેવું છે.+
એટલે જ તો યુવતીઓ તને ચાહે છે.
૪ રાજા મને તેના શયનખંડમાં લાવ્યો છે!
તું મને અહીંથી લઈ જા.* ચાલ, આપણે દૂર ભાગી જઈએ.
સાથે મળીને આનંદ કરીએ, હા, ખુશી મનાવીએ.
ચાલ, તારા પ્રેમની વાતો કરીએ, તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.
એટલે તો તેઓ* તારા પર મોહી પડી છે.
૬ હું શ્યામ છું, એટલે મને જોયા ન કરો,
કેમ કે સૂર્યના તાપે મને દઝાડી છે.
મારા ભાઈઓ મારા પર ગુસ્સે હતા;
તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી હતી,
એટલે હું મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી ન શકી.
૭ હે મારા વાલમ, મને કહે,
તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+
બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે?
તારા સાથીદારોનાં ટોળાંમાં
હું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?”
૮ “હે યુવતીઓમાં સૌથી ખૂબસૂરત યુવતી, જો તને ખબર ન હોય,
તો ટોળાંને પગલે પગલે ચાલી જા,
અને ભરવાડોના તંબુની બાજુમાં તારી બકરીઓ ચરાવ.”
૯ “મારી પ્રિયતમા, મારી નજરમાં તું રાજાના* રથોએ જોડેલી ઘોડી જેવી સુંદર છે.+
૧૦ ઘરેણાં* તારા સુંદર ગાલની,
હા, મોતીની માળા તારા ગળાની શોભા વધારે છે.
૧૧ અમે તારા માટે ચાંદી જડેલાં
સોનાનાં આભૂષણો* ઘડાવીશું.”
૧૫ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે.
તું રૂપ રૂપનો અંબાર છે. તારી આંખો કબૂતરની આંખો જેવી છે.”+
૧૬ “ઓ મારા વહાલા, તું ખૂબ દેખાવડો અને સોહામણો છે.+
આ લીલું ઘાસ આપણું બિછાનું છે.