ન્યાયાધીશો
૫ એ દિવસે અબીનોઆમના દીકરા બારાક+ સાથે દબોરાહે+ આ ગીત ગાયું:+
૨ “યહોવાની સ્તુતિ થાઓ!
૩ હે રાજાઓ, સાંભળો! હે શાસકો, કાન દો!
હું યહોવા માટે ગાઈશ.
હું ઇઝરાયેલના ઈશ્વર+ યહોવાની સ્તુતિ કરીશ.*+
૪ હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,+
તમે અદોમના વિસ્તારમાંથી નીકળ્યા
ત્યારે ધરતી કાંપી અને આકાશ વરસી પડ્યું,
વાદળોમાંથી પાણીનો ધોધ વહેવા લાગ્યો.
મુસાફરો બીજા રસ્તે ચાલ્યા ગયા.
ઇઝરાયેલના ૪૦,૦૦૦ માણસો પાસે
ન ઢાલ હતી, ન બરછી.
યહોવાની સ્તુતિ થાઓ!
૧૧ કૂવાએ પાણી પાનારાઓ વાતો કરતા, યહોવાનાં નેક* કામો યાદ કરતા.
જે લોકો ઇઝરાયેલનાં ગામોમાં રહેતા,
તેઓનાં નેક કામોની વાહ વાહ કરતા.
પછી યહોવાના લોકો દરવાજે ગયા.
૧૨ જાગ દબોરાહ+ જાગ!
૧૩ ઇઝરાયેલના બાકી રહેલા લોકો આગેવાનો પાસે આવ્યા.
મારી સાથે યહોવાના લોકો આવ્યા, બળવાનો વિરુદ્ધ લડવા આવ્યા.
૧૪ તેઓ એફ્રાઈમથી નીચાણ પ્રદેશમાં* આવ્યા.
ઓ બિન્યામીન, તેઓ તારા લોકોમાં તારા પગલે ચાલ્યા.
૧૫ દબોરાહની સાથે ઇસ્સાખારના મુખીઓ હતા,
જેમ ઇસ્સાખાર હતો, તેમ બારાક પણ હતો.+
તેને મેદાનમાં મોકલવામાં આવ્યો.+
રૂબેનના કુળનું દિલ ડંખતું હતું.
૧૬ તમે કેમ બે ભારાઓ* વચ્ચે બેસી ગયા?
કેમ ભરવાડોની વાંસળી સાંભળવા લાગ્યા?+
રૂબેનના કુળનું દિલ બહુ ડંખતું હતું.
૧૭ ગિલયાદ યર્દનને પેલે પાર રહ્યો.+
૧૮ ઝબુલોનના લોકો જીવના જોખમે લડ્યા.
નફતાલીના લોકો પણ+ પહાડો પર+ મોતનો જંગ લડ્યા.
૧૯ રાજાઓ આવ્યા ને લડ્યા.
ચાંદીનો એકેય ટુકડો તેઓને હાથ ન લાગ્યો.+
૨૦ આકાશમાંથી તારાઓ લડ્યા.
તેઓના ભ્રમણમાં ઘૂમતાં ઘૂમતાં સીસરા સામે લડ્યા.
મેં જોરાવરોને કચડી નાખ્યા.
૨૨ તેના ઘોડાઓ પૂરઝડપે દોડ્યા,+
ઘોડાઓની ખરીઓના પડઘા સંભળાયા.
૨૩ યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝ પર શ્રાપ ઊતરો!
એમાં રહેનારાઓ પર શ્રાપ ઊતરો!
તેઓ યહોવાની મદદે આવ્યા નહિ,
યહોવાની મદદે શૂરવીરોને લાવ્યા નહિ.’
તંબુઓમાં રહેનારી બધી સ્ત્રીઓમાં તેને ધન્ય છે.
૨૫ સીસરાએ પાણી માંગ્યું, તેણે દૂધ આપ્યું.
કીમતી કટોરામાં તેણે માખણ આપ્યું.*+
૨૬ યાએલે ડાબે હાથે તંબુનો ખીલો લીધો
ને જમણે હાથે કારીગરનો હથોડો ઉપાડ્યો.
હથોડાથી તેણે સીસરાનું માથું છૂંદી નાખ્યું,
તેના લમણામાં ખીલો આરપાર ઉતારી દીધો.+
૨૭ યાએલના પગ આગળ તે ઢળી પડ્યો, તે પડ્યો ત્યાં જ ઢગલો થઈ ગયો.
તેના પગ આગળ તે ઢળી પડ્યો,
જ્યાં પડ્યો ત્યાં જ મોતને શરણે થયો.
૨૮ સીસરાની મા બારીમાંથી બહાર જોતી હતી,
તે ઝરૂખામાંથી નજર નાખતી હતી,
‘તેના રથને આવતા આટલી વાર કેમ થઈ?
તેના રથનો ગડગડાટ કેમ હજુ નથી સંભળાતો?’+
૨૯ તેની સમજુ સખીઓએ જવાબ આપ્યો;
તે પોતે મનમાં ને મનમાં બોલી,
૩૦ ‘તેઓ અંદરોઅંદર લૂંટ વહેંચતા હશે,
દરેક યોદ્ધાને ભાગે એક કે બે છોકરીઓ આવી હશે,
સીસરાને રંગબેરંગી કપડાં, લૂંટેલાં રંગીન કપડાં મળ્યાં હશે!
ભરત ભરેલા કાપડથી, રંગીન કાપડથી, ભરતવાળાં કપડાંની જોડથી
લૂંટનારાઓની ગરદન શોભતી હશે.’
૩૧ હે યહોવા, તમારા બધા દુશ્મનોનો નાશ થાઓ.+
પણ તમને ચાહનારાઓ ઊગતા સૂરજની જેમ ઝળહળી ઊઠો.”
એ પછી ૪૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+