અયૂબ
૩૪ અલીહૂએ પોતાની વાત આગળ વધારતા કહ્યું:
૨ “હે સમજુ માણસો, મારા શબ્દો પર ધ્યાન આપો;
હે જ્ઞાનીઓ, મારી વાત સાંભળો.
૩ કેમ કે જેમ જીભ સ્વાદ પારખે છે,
તેમ કાન શબ્દોની સચ્ચાઈ પારખે છે.
૪ ચાલો, સાચું શું છે એ આપણે શોધી કાઢીએ;
અને સારું શું છે એ આપણે નક્કી કરીએ.
૬ “મારો અદ્દલ ન્યાય થવો જોઈએ,” એવી માંગ કરીને શું હું ખોટું બોલું છું?
મેં કોઈ અપરાધ કર્યો નથી, તોપણ મારા ઘા રુઝાતા નથી.’+
૭ અયૂબ જેવો બીજો માણસ કોણ છે,
જે અપમાનને પાણીની જેમ ગળી જાય છે?
૮ તે ખોટું કરનારની સંગત રાખે છે,
અને દુષ્ટ સાથે ફરવું તેને ગમે છે.+
૯ કેમ કે તે કહે છે, ‘ઈશ્વરને ખુશ કરવા માણસ લાખ કોશિશ કરે,
તોપણ એનો કોઈ ફાયદો નથી.’+
૧૦ એટલે ઓ સમજુ માણસો મારું સાંભળો:
૧૧ કેમ કે ઈશ્વર માણસને તેના કામનું ફળ આપે છે,+
અને તેના માર્ગનું પરિણામ તેને ભોગવવા દે છે.
૧૩ ઈશ્વરને પૃથ્વીની જવાબદારી કોણે સોંપી છે?
આખી દુનિયાનો અધિકાર તેમના હાથમાં કોણે આપ્યો છે?
૧૪ જો ઈશ્વર પોતાનું ધ્યાન* માણસો પર આપે,
અને તેઓની જીવન-શક્તિ* અને શ્વાસ પાછાં ખેંચી લે,+
૧૫ તો બધા માણસોનો એકસાથે નાશ થશે,
અને આખી માણસજાત માટીમાં મળી જશે.+
૧૬ એટલે જો તમારામાં સમજણ હોય, તો મારું સાંભળો;
હું જે કહું છું એના પર ધ્યાન આપો.
૧૭ જે ન્યાયને નફરત કરે છે, શું એને રાજ કરવાનો હક છે?
જે ન્યાયી છે અને જેની પાસે અધિકાર છે, શું તે ધિક્કારને લાયક છે?
૧૮ શું કોઈ રાજાને કહેશે, ‘તમે નકામા છો’?
શું કોઈ અધિકારીઓને કહેશે, ‘તમે દુષ્ટ છો’?+
૧૯ ઈશ્વર મોટા આગેવાનોની તરફેણ કરતા નથી,
તે અમીર અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખતા નથી,*+
કેમ કે તેઓ બધા તેમના હાથની રચના છે.+
૨૦ તેઓ મધરાતે+ અચાનક મરી જાય છે;+
જે થવાનું છે એના ડરથી કાંપીને દમ તોડે છે;
અરે, શક્તિશાળી લોકોનો પણ નાશ થાય છે, પણ માણસોના હાથે નહિ.+
૨૧ કેમ કે ઈશ્વરની નજર માણસના માર્ગ પર હોય છે,+
તે તેના એકેએક પગલાને નિહાળે છે.
૨૩ કેમ કે માણસનો ન્યાય કરવા માટે,
ઈશ્વરે પહેલેથી સમય નક્કી કરવાની જરૂર નથી.
૨૪ તે બળવાનોનું બળ તોડી નાખે છે,
તે તેઓની જગ્યાએ બીજાઓને ઊભા કરે છે,+
એ માટે તેમણે કોઈ પૂછપરછ કરવાની જરૂર નથી.
૨૬ તેઓની દુષ્ટતા માટે,
તે બધાના દેખતાં તેઓને ફટકારે છે,+
૨૭ કેમ કે તેઓએ ઈશ્વરની વાત માનવાનું છોડી દીધું છે,+
અને તેમના માર્ગોનો નકાર કર્યો છે;+
૨૮ તેઓ ગરીબને એટલો લાચાર કરે છે કે તે ઈશ્વર આગળ આંસુ વહાવે છે,
અને ઈશ્વર નિરાધારનો પોકાર સાંભળે છે.+
૨૯ જો ઈશ્વર ચૂપ રહે, તો તેમને કોણ દોષિત ઠરાવી શકે?
જો પ્રજાથી કે માણસથી તે પોતાનું મોં છુપાવે,
તો તેમને કોણ જોઈ શકે?
૩૧ અયૂબ, શું તમે કદી ઈશ્વરને કહ્યું છે,
‘મેં કોઈ અપરાધ નથી કર્યો, તોપણ મને સજા મળી છે;+
૩૨ હું જે જોઈ શકતો નથી એ મને બતાવો,
જો મેં કંઈ ખોટું કર્યું હોય, તો એવી ભૂલ ફરી નહિ કરું’?
૩૩ જો તેમનો ચુકાદો તમને મંજૂર ન હોય, તો શું તમારી મરજી પ્રમાણે તે બદલો આપશે?
હું નહિ, પણ તમે જ નક્કી કરો.
જો તમને બધું ખબર હોય, તો તમે જ મને કહો.
૩૪ સમજુ માણસો મને કહેશે,
હા, મારું સાંભળનાર બુદ્ધિમાન મને કહેશે,
૩૫ ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે,+
તે બુદ્ધિ વગર શબ્દો ઉચ્ચારે છે.’
૩૬ કાશ! અયૂબની* પૂરેપૂરી કસોટી થાય,
કેમ કે તે દુષ્ટની જેમ જવાબ આપે છે!