ગીતશાસ્ત્ર
દાઉદની પ્રાર્થના.
૨ મારા જીવનનું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું.+
તમારા પર ભરોસો રાખનાર તમારા ભક્તને બચાવો,
કેમ કે તમે મારા ભગવાન છો.+
૪ તમારા ભક્તનું જીવન ખુશીઓથી ભરી દો,
કેમ કે હે યહોવા, હું તમારા પર આશા રાખું છું.
૫ હે યહોવા, તમે ભલા છો+ અને માફ કરવા તૈયાર છો.+
તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ* વરસાવો છો.+
૬ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.
મદદ માટેની મારી અરજો ધ્યાનમાં લો.+
૯ હે યહોવા, બધી પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે,
તેઓ તમારી આગળ આવશે અને નમન કરશે.+
તેઓ તમારા નામનો જયજયકાર કરશે.+
૧૦ તમે મહાન છો અને અજાયબ કામો કરો છો.+
તમે એકલા જ ઈશ્વર છો.+
૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+
હું સતને પંથે ચાલીશ.+
મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+
૧૨ હે યહોવા મારા ઈશ્વર, હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+
હું સદા તમારા નામનો મહિમા ગાઈશ,
૧૩ કેમ કે તમે મારા પર અતૂટ પ્રેમ વરસાવ્યો છે.
તમે કબરના* ઊંડાણમાંથી મને ઉગારી લીધો છે.+
૧૪ હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા થયા છે.+
જુલમી માણસો મારો જીવ લેવા પાછળ પડ્યા છે,
તેઓને તમારી કંઈ પડી નથી.+
૧૫ પણ હે યહોવા ઈશ્વર, તમે તો દયા અને કરુણા* બતાવનાર છો,
તમે જલદી ગુસ્સે ન થનાર, અતૂટ પ્રેમના સાગર અને વફાદારી* બતાવનાર છો.+
૧૬ મારી સામે જુઓ અને કૃપા બતાવો.+
તમારા ભક્તને તમારું બળ આપો.+
તમારી દાસીના દીકરાને બચાવી લો.
૧૭ મને તમારી ભલાઈની કોઈ નિશાની* આપો,
જેથી મારો ધિક્કાર કરનારાઓ એ જુએ અને લજવાય.
હે યહોવા, તમે મને સહાય કરનાર અને દિલાસો આપનાર છો.