અયૂબ
૨૮ “ચાંદી શોધવા ખાણ ખોદવામાં આવે છે
અને એવી જગ્યા હોય છે, જ્યાંથી સોનું મળી આવે છે.+
૨ જમીનમાંથી લોઢું કાઢવામાં આવે છે,
ખડકમાંથી તાંબું ગાળવામાં આવે છે.+
૪ તે માનવ વસવાટથી દૂર ખાણ ખોદે છે,
ત્યાં રાહદારીઓ ભૂલથી પણ જતા નથી,
ત્યાં ઊંડાણમાં અમુક માણસો દોરડાં પર લટકીને કામ કરે છે.
૫ ધરતીની સપાટી પર અનાજ ઊગે છે;
પણ એની નીચે તો આગ લાગી હોય, એમ ઊથલ-પાથલ મચી હોય છે.*
૬ ત્યાં નીલમ પથ્થર મળી આવે છે,
અને ધૂળમાં સોનાના કણ હોય છે.
૭ કોઈ શિકારી પક્ષી એનો માર્ગ જાણતું નથી;
સમડીની તેજ નજર પણ એ રસ્તા પર પડતી નથી.
૮ ખૂંખાર જાનવરનાં પગલાં ત્યાં પડ્યાં નથી;
વિકરાળ સિંહ પણ શિકારની શોધમાં ત્યાં ગયો નથી.
૯ માણસ પોતાના હાથે ચકમકના પથ્થર તોડે છે;
તે પર્વતોને એના પાયામાંથી ઊથલાવી નાખે છે.
૧૦ તે ખડકો ખોદીને નહેર+ બનાવે છે;
તેની નજર દરેક કીમતી વસ્તુ શોધી કાઢે છે.
૧૧ તે નદીઓનું વહેતું પાણી રોકી દે છે,
અને છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.
૧૨ પણ બુદ્ધિ ક્યાંથી મળી શકે?+
અને સમજણનો સ્રોત ક્યાં છે?+
૧૩ કોઈ માણસ એનું મૂલ્ય જાણતો નથી,+
અને આખી દુનિયામાં એ ક્યાંય મળતી નથી.
૧૪ ઊંડું પાણી કહે છે, ‘એ મારામાં નથી!’
અને સમુદ્ર કહે છે, ‘એ મારી પાસે નથી!’+
૧૫ એને ચોખ્ખા સોનાથી ખરીદી શકાતી નથી;
એના બદલામાં ચાંદી તોળીને આપી શકાતી નથી.+
૧૭ સોનું અને કાચ એની તોલે આવી શકતા નથી;
ગાળેલા સોનાનું વાસણ એના બદલામાં આપી શકાતું નથી.+
૧૮ કીમતી પથ્થર* અને સ્ફટિકની એની આગળ શી વિસાત?+
બુદ્ધિ તો મોતીથી ભરેલી થેલી કરતાંય વધારે મૂલ્યવાન છે.
૨૦ પણ બુદ્ધિ ક્યાંથી આવે છે?
અને સમજણ ક્યાંથી પ્રાપ્ત થાય છે?+
૨૧ એ માણસો અને પ્રાણીઓની નજરથી છુપાયેલી છે,+
એ આકાશનાં પક્ષીઓની નજરે પડતી નથી.
૨૨ વિનાશ અને મરણ કહે છે,
‘અમારા કાનોએ તો બસ એના વિશે વાત સાંભળી છે.’
૨૩ ઈશ્વર જાણે છે કે એ ક્યાંથી મળે છે;
તે એકલા જ જાણે છે કે, એ ક્યાં વસે છે,+
૨૪ કેમ કે તે પૃથ્વીના છેડા સુધી જુએ છે,
અને તેમની નજર આકાશ તળે બધું નિહાળે છે.+
૨૫ જ્યારે તેમણે પવનને બળ* આપ્યું,+
અને પાણીને માપ્યું,+
૨૬ જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો,+
અને ગાજવીજ કરતાં વાદળો માટે માર્ગ બનાવ્યો,+
૨૭ ત્યારે તેમણે બુદ્ધિ જોઈ અને એનું વર્ણન કર્યું;
તેમણે એને સ્થાપી અને એની પરખ કરી.
૨૮ પછી તેમણે માણસને કહ્યું: