પિતરનો બીજો પત્ર
૨ જેમ ઇઝરાયેલી લોકોમાં જૂઠા પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ જૂઠા શિક્ષકો ઊભા થશે.+ તેઓ છૂપી રીતે પંથો પાડશે, જેથી તમે શ્રદ્ધામાંથી પડી જાઓ. તેઓ એ માલિકનો પણ નકાર કરશે, જેમણે મૂલ્ય આપીને તેઓને ખરીદ્યા છે.+ આમ તેઓ પોતે જ પોતાના પર ઝડપથી વિનાશ લાવશે. ૨ ઘણા લોકો તેઓનાં બેશરમ કામોનું*+ અનુકરણ કરશે અને તેઓના લીધે સત્યના માર્ગની નિંદા થશે.+ ૩ તેઓ કપટી વાતોથી તમને ઠગશે. ઘણા સમય પહેલાં તેઓ માટે સજા નક્કી કરી દેવામાં આવી છે,+ એમાં મોડું થશે નહિ. તેઓનો નાશ ચોક્કસ થશે.+
૪ જે દૂતોએ* પાપ કર્યું હતું, તેઓને ઈશ્વરે સજા કર્યા વગર છોડ્યા નહિ.+ પણ તેમણે તેઓને તાર્તરસ* નામની કેદમાં નાખી દીધા+ અને સાંકળોથી બાંધીને ઘોર અંધકારમાં* ફેંકી દીધા, જેથી ન્યાયના દિવસ સુધી તેઓ ત્યાં જ રહે.+ ૫ ઈશ્વરે અગાઉની દુનિયાને પણ સજા કર્યા વગર છોડી નહિ.+ પણ એ અધર્મી લોકો+ પર પૂર લાવ્યા ત્યારે, તેમણે સત્યનો માર્ગ જાહેર કરનાર નૂહને+ અને બીજા સાત લોકોને+ બચાવ્યા. ૬ સદોમ અને ગમોરાહ શહેરોને સજા કરી અને તેઓને બાળીને ખાખ કરી નાખ્યાં.+ આમ અધર્મી લોકો પર જે આવી પડવાનું છે, એનો તેમણે નમૂનો બેસાડ્યો.+ ૭ પણ તેમણે નેક* માણસ લોતને બચાવ્યા,+ જે દુષ્ટ લોકોનાં બેશરમ કામોથી* સખત ત્રાસી ગયા હતા. ૮ આ નેક માણસ તેઓની વચ્ચે રહેતા હતા ત્યારે, તેઓનાં દુષ્ટ કામો જોઈને અને તેઓની વાતો સાંભળીને રોજ કચવાતા હતા. ૯ યહોવા* જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.+ તે એ પણ જાણે છે કે ખોટાં કામ કરતા લોકોને કઈ રીતે નાશ માટે ન્યાયના દિવસ સુધી રહેવા દેવા,+ ૧૦ ખાસ કરીને એવા લોકોને, જેઓ બીજાઓને ભ્રષ્ટ કરવાની કોશિશ કરે છે+ અને સત્તાને ગણકારતા નથી.*+
તેઓ ઉદ્ધત અને ઘમંડી છે. તેઓ એવા લોકો વિરુદ્ધ પણ બોલતા અચકાતા નથી, જેઓને ઈશ્વરે મહિમા આપ્યો છે. ૧૧ દૂતો પાસે એ જૂઠા શિક્ષકો કરતાં વધારે તાકાત અને અધિકાર છે, છતાં યહોવા* માટે* માન હોવાથી તેઓ આ શિક્ષકો પર આરોપ મૂકીને નિંદા કરતા નથી.+ ૧૨ પણ આ શિક્ષકો બુદ્ધિ વગરના ઢોર જેવા છે, જેઓ* પકડાઈ જવા અને કતલ થવા જન્મે છે. તેઓ જે વાતથી અજાણ છે, એની તેઓ નિંદા કરે છે.+ વિનાશના માર્ગે ચાલતા હોવાથી તેઓનો વિનાશ થશે. ૧૩ નુકસાનના માર્ગે ચાલતા હોવાથી તેઓ નુકસાન ભોગવશે.
તેઓને ધોળે દિવસે ભોગવિલાસ માણવાનું ગમે છે.+ તેઓ મંડળ પર ડાઘ અને કલંક છે. તમારી સાથે મિજબાનીઓમાં હોય ત્યારે, તેઓને પોતાનું છેતરામણું શિક્ષણ ફેલાવવામાં ખૂબ મજા આવે છે.*+ ૧૪ તેઓની આંખો વાસનાથી* ભરેલી છે+ અને તેઓ પાપથી દૂર રહી શકતા નથી. તેઓ નબળા મનના માણસોને લલચાવે છે. તેઓનું દિલ લોભથી ભરપૂર છે.* તેઓ શ્રાપનાં બાળકો છે. ૧૫ તેઓ સીધો માર્ગ છોડીને અવળા માર્ગે ચઢી ગયા છે. તેઓ બયોરના દીકરા બલામના માર્ગે ચાલે છે,+ જેને ખોટાં કામની કમાણી વહાલી હતી.+ ૧૬ પણ તેના અપરાધને લીધે* તેને ઠપકો મળ્યો હતો.+ એક મૂંગી ગધેડીએ માણસની વાણીમાં વાત કરીને એ પ્રબોધકને મૂર્ખતા કરતા અટકાવ્યો હતો.+
૧૭ આ જૂઠા શિક્ષકો સૂકાં ઝરણાં જેવા અને ભારે તોફાનથી ખેંચાતા ધુમ્મસ જેવા છે. તેઓ માટે ઘોર અંધકાર તૈયાર રાખેલો છે.+ ૧૮ તેઓ મોટી મોટી ડંફાસો મારે છે, પણ એ તો નકામી છે. તેઓ શરીરની ઇચ્છાઓ+ અને બેશરમ કામોથી* એવા લોકોને ફસાવે છે, જેઓએ હમણાં જ ખોટાં કામ કરવાનું છોડી દીધું છે.+ ૧૯ તેઓ લોકોને આઝાદીનું વચન તો આપે છે, પણ તેઓ પોતે દુષ્ટતાના ગુલામ છે,+ કેમ કે જો કોઈ માણસ બીજા કોઈના વશમાં આવી જાય, તો તે તેનો ગુલામ બની જાય છે.*+ ૨૦ તેઓએ આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તનું ખરું જ્ઞાન લઈને આ દુનિયાનાં ગંદા કામો કરવાનું છોડી દીધું છે.+ એ પછી પણ જો તેઓ પાછા એ જ કામો કરવા લાગે અને એ કામો તેમના પર કાબૂ કરી લે, તો તેઓની હાલત અગાઉના કરતાં પણ વધારે ખરાબ થશે.+ ૨૧ એના કરતાં તો સારું થાત કે તેઓએ સત્યનો માર્ગ ખરી રીતે જાણ્યો જ ન હોત. પવિત્ર આજ્ઞાઓ જાણ્યા પછી પણ સત્યના માર્ગથી પાછા ફરી જવું કેટલું ખરાબ કહેવાય!+ ૨૨ તેઓ સાથે જે બન્યું એ આ કહેવતને સાચી સાબિત કરે છે: “કૂતરો પોતાની ઊલટી ચાટવા પાછો જાય છે અને ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા પાછી ફરે છે.”+