ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+
૪૯ હે સર્વ લોકો, સાંભળો!
પૃથ્વીના સર્વ રહેવાસીઓ, કાન ધરો.
૨ નાના અને મોટા,
અમીર અને ગરીબ, સર્વ સાંભળો.
૩ મારા મોંમાંથી બુદ્ધિની વાતો નીકળશે,
મારા દિલના વિચારો+ સમજણથી ભરપૂર હશે.
૪ હું કહેવતનો વિચાર કરીશ,
હું વીણા વગાડતાં વગાડતાં ઉખાણાનો અર્થ સમજાવીશ.
૫ મુશ્કેલ સમયમાં હું શા માટે ડરું?+
જેઓ મને પાડી નાખવા ચાહે છે, તેઓની દુષ્ટતાથી ઘેરાઈ જાઉં તોપણ હું શા માટે ડરું?
૬ જેઓ પોતાની ધનદોલત પર ભરોસો રાખે છે+
અને જેઓ પોતાની અમીરી વિશે બડાઈ હાંકે છે,+
૭ તેઓમાંથી કોઈ પોતાના ભાઈને છોડાવી શકતો નથી
૮ (માનવ જીવન છોડાવવાની કિંમત એટલી બધી છે
કે એ તેઓના ગજા બહારની વાત છે.)
૧૦ તેઓ જુએ છે કે બુદ્ધિમાનો પણ મરણ પામે છે,
મૂર્ખ અને અક્કલ વગરના પણ ધૂળમાં મળી જાય છે.+
તેઓએ પોતાની ધનદોલત બીજાઓ માટે મૂકી જવી પડે છે.+
૧૧ તેઓ ઇચ્છે છે કે તેઓનાં ઘરો સદા ટકે
અને તેઓનાં રહેઠાણો પેઢી દર પેઢી રહે.
તેઓ પોતાની મિલકત પર પોતાનું નામ રાખે છે.
૧૨ માણસ ભલે માન-સન્માન મેળવે, પણ તે હંમેશ માટે જીવતો નથી.+
તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.+
૧૩ મૂર્ખ લોકો એ જ માર્ગે જાય છે,+
તેઓની પાછળ ચાલનારાના અને તેઓની ડંફાસથી ખુશ થનારાના પણ એવા જ હાલ થાય છે. (સેલાહ)
૧૪ ઘેટાંને કતલ કરવા લઈ જવાય છે તેમ, તેઓને કબરમાં* લઈ જવાશે,
મરણ તેઓને ત્યાં દોરી જશે.
સવાર થશે ત્યારે નેક લોકો તેઓ પર રાજ કરશે.+
તેઓનું નામનિશાન રહેશે નહિ.+
મહેલને બદલે કબર*+ તેઓનું ઘર થશે.+
૧૬ માણસ જ્યારે ધનવાન બને
અને તેના ઘરની જાહોજલાલી વધે ત્યારે ગભરાઈશ નહિ,
૧૭ કેમ કે તે મરણ પામે ત્યારે, પોતાની સાથે કશું લઈ જઈ શકતો નથી.+
તેની જાહોજલાલી તેની સાથે જશે નહિ.+
૧૮ આખું જીવન તે પોતાની વાહ વાહ કરે છે.+
(કોઈ ધનવાન થાય ત્યારે લોકો તેના વખાણ કરે છે.)+
૧૯ પણ આખરે તે પોતાના બાપદાદાઓ સાથે ધૂળમાં મળી જાય છે.
તેઓ કદી પ્રકાશ જોશે નહિ.
૨૦ માણસ ભલે માન-સન્માન મેળવે,+ પણ તેનામાં આવી સમજણ ન હોય તો,
તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.