ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન*+ પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.
૨ હું મૂંગો રહ્યો, હું ચૂપ રહ્યો.+
અરે, કંઈ સારું હોય એ વિશે પણ ન બોલ્યો.
પણ મારી પીડા વધતી ને વધતી ગઈ.
૩ મારા અંતરમાં આગ સળગતી હતી.
હું વિચારતો ગયો* તેમ આગ બળતી હતી.
હું બોલી ઊઠ્યો:
૪ “હે યહોવા, મને જણાવો કે મારો અંત ક્યારે આવશે,
મારા દિવસો કેટલા હશે,+
જેથી મને ખબર પડે કે મારું જીવન કેટલું ટૂંકું છે.
૫ સાચે જ, તમે મને થોડા દિવસો આપ્યા છે.+
તમારી આગળ મારું આયુષ્ય કંઈ જ નથી.+
ભલે દરેક માણસને લાગે કે પોતે સલામત છે, પણ હકીકતમાં તો તેનું જીવન પળ બે પળનું છે.+ (સેલાહ)
૬ ખરેખર, દરેક માણસ હાલતાં-ચાલતાં પડછાયા જેવો છે,
તે આમતેમ નકામી દોડાદોડ* કરે છે.
તે ધનદોલતનો ઢગલો કરે છે, પણ જાણતો નથી કે એને કોણ વાપરશે.+
૭ હે યહોવા, તો પછી હું શાની આશા રાખું?
ફક્ત તમે જ મારી આશા છો.
૮ મારાં બધાં પાપમાંથી મને છોડાવો.+
કોઈ મૂર્ખ મારી હાંસી ઉડાવે એવું ન થવા દો.
૯ હું એકદમ ચૂપ રહ્યો.
૧૦ તમે મોકલેલી આફત મારાથી દૂર લઈ જાઓ.
તમારા હાથનો માર ખાઈને હું અધમૂઓ થઈ ગયો છું.
૧૧ તમે માણસને તેના અપરાધની સજા કરીને સુધારો છો.+
જેમ જીવડું કપડાંને ખાઈ જાય, તેમ માણસે સંઘરેલી ચીજવસ્તુઓનો તમે વિનાશ કરો છો.
સાચે જ, દરેક માણસનું જીવન ફક્ત પળ બે પળનું છે.+ (સેલાહ)
૧૨ હે યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો,
મદદ માટેનો મારો પોકાર સાંભળો.+
મારાં આંસુ જોઈને મોં ન ફેરવો,
કેમ કે તમારી આગળ હું એક પરદેશી છું.+
મારા બધા બાપદાદાઓની જેમ, હું એક મુસાફર છું.+
૧૩ હું ગુજરી જાઉં એ પહેલાં,
મારા પરથી તમારી કઠોર નજર હટાવો, જેથી હું ફરીથી આનંદ કરું.”