ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૧૩ હે યહોવા, તમે ક્યાં સુધી મને ભૂલી જશો? શું કાયમ માટે?
તમે ક્યાં સુધી તમારું મોં મારાથી ફેરવી લેશો?+
૨ હું ક્યાં સુધી ચિંતાનાં વાદળોથી ઘેરાયેલો રહીશ?
હું દરરોજ દિલમાં વેદનાનો ભાર લઈને ક્યાં સુધી ફરીશ?
ક્યાં સુધી મારો વેરી મારા પર વિજય મેળવશે?+
૩ હે યહોવા મારા ઈશ્વર, મારી તરફ જુઓ અને જવાબ આપો.
મારી આંખોને રોશની આપો, જેથી હું મોતની નીંદરમાં સરી ન પડું.
૪ નહિતર મારો વેરી કહેશે, “મેં તેને હરાવી દીધો!”
મારી પડતી પર મારા વિરોધીઓને ખુશી મનાવવા ન દો.+
૫ મને તમારા અતૂટ પ્રેમ* પર પૂરો ભરોસો છે.+
મારું દિલ તમે કરેલાં ઉદ્ધારનાં કામોમાં આનંદ કરશે.+
૬ હું તો યહોવાનાં ગીતો ગાઈશ, કારણ કે તેમણે મારા પર ઘણા આશીર્વાદો વરસાવ્યા છે.*+