ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૨ તે મને વિનાશક* ખાડામાંથી,
ચીકણા કાદવમાંથી બહાર કાઢી લાવ્યા.
તે મને ખડક પર ઊંચે લઈ ગયા.
તેમણે મારાં પગલાં સ્થિર કર્યાં.
૩ પછી તેમણે મારા મુખ પર નવું ગીત રમતું કર્યું,+
એટલે કે આપણા ઈશ્વર માટેનું સ્તુતિગીત.
એ બધું જોઈને ઘણાને નવાઈ લાગશે
અને તેઓ યહોવા પર ભરોસો મૂકશે.
૪ ધન્ય છે એ માણસને, જે યહોવા પર ભરોસો રાખે છે
અને બંડખોર કે જૂઠા લોકો પર આધાર રાખતો નથી.
તમારી તોલે આવે એવું કોઈ નથી.+
એ બધાં જણાવવા બેસું તો
એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+
તમે અગ્નિ-અર્પણો અને પાપ-અર્પણો* માંગ્યાં નહિ.+
૭ પછી મેં કહ્યું: “જુઓ, હું આવ્યો છું.
વીંટામાં* મારા વિશે લખવામાં આવ્યું છે.+
૮ હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે.+
તમારો નિયમ મારા દિલમાં છે.+
૯ હું મોટા મંડળમાં સાચા માર્ગની ખુશખબર જાહેર કરું છું.+
હે યહોવા, તમે સારી રીતે જાણો છો કે,
હું મારા હોઠ ભીડી રાખતો નથી.+
૧૦ તમારી સચ્ચાઈ હું મારા દિલમાં સંતાડી રાખતો નથી.
તમારી વફાદારી વિશે અને તમે કરેલા ઉદ્ધાર વિશે હું જાહેર કરું છું.
તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય હું મોટા મંડળથી છુપાવતો નથી.”+
૧૧ હે યહોવા, તમારી દયા મારાથી પાછી ન રાખશો.
તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય મારું સતત રક્ષણ કરો.+
૧૨ મને ઘેરી વળેલી તકલીફોનો કોઈ પાર નથી.+
મને અપરાધોની માયાજાળમાંથી નીકળવાનો કોઈ માર્ગ જડતો નથી.+
એ મારા માથાના વાળથી પણ અનેક ગણા વધારે છે,
હું હિંમત હારી બેઠો છું.
૧૩ હે યહોવા, કૃપા કરીને મને બચાવવા તૈયાર રહો.+
હે યહોવા, મને મદદ કરવા દોડી આવો.+
૧૪ જેઓ મારો જીવ લેવા ચાહે છે,
તેઓ બધા શરમાઓ અને લજવાઓ.
જેઓ મારી મુસીબત જોઈને ખુશ થાય છે,
તેઓ બદનામ થઈને પાછા હટો.
૧૫ જેઓ મને કહે છે કે “તે એ જ લાગનો છે!”
તેઓ પોતાનાં કરતૂતોને લીધે આઘાત પામો.
ઉદ્ધારનાં તમારાં કામોને ચાહનારા હંમેશાં કહો:
“યહોવા મોટા મનાઓ.”+
૧૭ હે યહોવા, મારા પર ધ્યાન આપો.
હું તો લાચાર અને ગરીબ છું.
હે મારા ભગવાન, મોડું ન કરો.+
તમે જ મારા મદદગાર છો, મને બચાવનાર છો.+