સર્વ લોકો
એકબીજા પર
પ્રેમ કરશે ત્યારે
પહાડ પરના ઉપદેશમાં, ઈસુ ખ્રિસ્તે એવા સમય વિષે ચિંધ્યું જ્યારે સર્વ લોકો એકબીજા પર પ્રેમ કરશે. પોતાની ટીકાઓ જણાવતા, ઈસુએ ગીતશાસ્ર ૩૭ ટાંકતા કહ્યું: “નમ્ર લોકો આશીર્વાદિત છે: કેમ કે તેઓ પૃથ્વીનો વારસો પામશે.” એ જ ગીતશાસ્ત્રમાં બાઇબલ, આ ભવ્ય પરિસ્થિતિ જે રીતે મેળવવામાં આવનાર છે એ વર્ણવતા કહે છે: “દુષ્કર્મીઓનો સંહાર કરવામાં આવશે; પરંતુ યહોવાહની રાહ જોનારાઓ દેશનું વતન પામશે.”—માત્થી ૫:૫; ગીતશાસ્ત્ર ૩૭:૯; અમેરિકન સ્ટાંડર્ડ વર્શન.
એ કેવો નોંધપાત્ર ફેરફાર હશે—સર્વ દુષ્કર્મીઓને પૃથ્વી પરથી દૂર કરવામાં આવશે અને એકબીજાને પ્રેમ કરનારા લોકો જ પૃથ્વી પર બાકી રહેશે! એવું કઈ રીતે બની શકે? ઈસુએ પોતાનો જાણીતો ઉપદેશ ચાલુ રાખતા આપણને પ્રાર્થના કરતા શીખવ્યું કે: “તમારું રાજ્ય આવો. આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦, AS ) નોંધ લો કે દેવની ઇચ્છા ક્યાં પૂરી કરવામાં આવશે. ફક્ત આકાશમાં નહિ. “આપણે પ્રાર્થના કરીએ છીએ કે, આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઇચ્છા પૂરી થાઓ,” ધ ક્રિશ્ચિયન સેન્ચુરી લેખે ભાર મૂક્યો.
તો પછી, દેવનું રાજ્ય શું છે જેના વિષે ઈસુએ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું? સ્પષ્ટપણે, એ વાસ્તવિક સરકાર છે, જે આકાશમાંથી શાસન કરશે. એ કારણે એને “આકાશનું રાજ્ય” કહેવામાં આવે છે. (માત્થી ૧૦:૭) આ રાજ્યના નિયુક્ત શાસક, અથવા સરકાર, દેવના પુત્ર ઈસુ ખ્રિસ્ત છે.
ઈસુ મરિયમથી જન્મ્યા એના લાંબા સમય અગાઉ, યહોવાહના પ્રબોધક યશાયાહે એ ચમત્કારિક બનાવ વિષે ભાખ્યું હતું અને એ પ્રમાણે છેવટે થયું: “કેમકે આપણે સારૂ છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, એ નામ આપવામાં આવશે. તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ.” (યશાયાહ ૯:૬, ૭) ઈસુના મરણ અને પુનરુત્થાન પછી, તે પોતાના આકાશી પિતા સાથે બેઠા, રાજા તરીકે શાસન શરૂ કરવા માટેની આજ્ઞા આપવામાં આવે એની રાહ જોવા લાગ્યા.—ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨; હેબ્રી ૧૦:૧૨, ૧૩; પ્રકટીકરણ ૧૧:૧૫.
તો પછી, છેવટે આ ધિક્કાર ભરેલા જગતનું શું થશે? એ પ્રશ્નનો બાઇબલ કઈ રીતે જવાબ આપે છે એની નોંધ લો. દેવના પ્રબોધક દાનીયેલે ભાખ્યું કે: “તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.”—દાનીયેલ ૨:૪૪.
સ્પષ્ટપણે, બાઇબલ ભવિષ્યવાણી માનવ વ્યવહારોમાં મોટા ફેરફારો વિષે ચીંધે છે. આ આખી વસ્તુવ્યવસ્થા, જેમાં સર્વ માણસજાતનો સમાવેશ થાય છે કે જેઓએ જિદ્દીપણે દેવના શાસનને આધીન થવાની ના પાડી છે, તેઓને પૃથ્વી પરથી કાઢી નાખવામાં આવશે! જરા વિચારો કે એનું સ્થાન કોણ લેશે.
ન્યાયી નવી દુનિયામાં જીવન
જૂની દુનિયાનો નાશ થશે ત્યારે, બચનારાઓ હશે. બાઇબલ વર્ણવે છે: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) હા, દેવની ઇચ્છા પૂરી કરનારાઓ નવી દુનિયામાં બચી જશે, જેમ નુહ અને તેનું કુટુંબ પોતાના દિવસમાં દુનિયાના અંતથી બચ્યા હતા. પ્રેષિત પીતરે લખ્યું: “આપણે [દેવના] વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.”—૨ પીતર ૩:૫-૭, ૧૧-૧૩.
ફક્ત દેવનું રાજ્ય શાસન કરશે ત્યારે એ સમય વિષે, બાઇબલ વચન આપે છે: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) ન્યાયીઓ સ્વચ્છ પૃથ્વી પર જીવનનો આનંદ માણશે. એ કેટલો મહિમાવંત સમય હશે! જો તમે એ પ્રમાણે હજુ કર્યું ન હોય તો, બાઇબલમાં વર્ણવવામાં આવેલ આશીર્વાદોને તપાસો જે આગળના પાનાઓ પર ચિત્રિત કરવામાં આવ્યા છે.
શું એ તમારા હૃદયને ઉષ્મા આપતા નથી કે તેમની ઉપાસના કરનારાઓના લાભમાં આવી અદ્ભુત બાબતોનાં વચનો આપણા ઉત્પન્નકર્તાએ આપ્યા છે? નિશ્ચે, તેમણે પ્રથમ માનવ જોડીને ઉત્પન્ન કરી અને તેમને પાર્થિવ પારાદેશમાં રાખી ત્યારે એ દેવનો હેતુ હતો! દેવે તેમને જે કહ્યું હતું એની નોંધ લો: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮.
આદમ અને હવાને બાળકો થવાના હતા, અને તેઓ વધે તેમ, પાર્થિવ પારાદેશને જાળવી રાખવાના આનંદી કામમાં સહભાગી થવાનું હતું. માનવ કુટુંબ વધે તેમ એદન બાગની સરહદોને વિસ્તારવાના આનંદની કલ્પના કરો! સ્પષ્ટપણે, આખી પૃથ્વી પારાદેશ બને એ દેવનો હેતુ હતો. શું એ હેતુ કદી પરિપૂર્ણ થશે? આપણે ખાતરી રાખી શકીએ કે એ પૂર્ણ થશે, કેમ કે આપણી પાસે દેવનો પોતાનો શબ્દ છે એમાં એ જણાવ્યું છે! તે વચન આપે છે: ‘હું બોલ્યો છું, . . . તે હું પૂરુ કરીશ.’—યશાયાહ ૪૬:૧૧; ૫૫:૧૧.
શું તમે પાર્થિવ પારાદેશમાં આનંદ માણશો જે વિષે શાસ્ત્રવચનોમાં જણાવવામાં આવ્યું હતું જે આગળના પાનાઓ પર ચિત્રિત કરવામાં આવ્યું છે? અપેક્ષા મુજબ, દરેકને ત્યાં હંમેશ માટે જીવવા પરવાનગી આપવામાં આવશે નહિ. એ માટે અમુક બાબતો જરૂરી છે. એ કઈ છે?
હંમેશ માટે જીવવા લાયક બનવું
સર્વ પ્રથમ તો, દેવની નવી દુનિયામાં જીવંત સર્વ લોકોએ એકબીજા પર પ્રેમ રાખતા શીખવું પડશે, જેમ દેવ આપણને એમ કરવા શીખવે છે. બાઇબલ કહે છે: “તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને દેવથી શીખવેલા છો.” (૧ થેસ્સાલોનીકી ૪:૯) કઈ રીતે આપણે દેવથી શીખવાયેલા છીએ?
એ ખાસ કરીને તેમના લેખિત શબ્દ બાઇબલના અર્થમાં છે. એનો અર્થ એ થાય કે હંમેશ માટે જીવવા, આપણે બાઇબલમાંના દેવનાં શિક્ષણોને સ્વીકારવાં જ જોઈએ. એક પૂર્વના બાઇબલ વિદ્યાર્થીએ કહ્યું: “બાઇબલે વચન આપ્યું છે તેમ, સર્વ લોકો એકબીજાને પ્રેમ કરશે એ સમયની હું રાહ જોઈ રહ્યો છું.”
પોતાના પિતાને પ્રાર્થનામાં, ઈસુએ મહત્ત્વની જરૂરિયાતને ઓળખી બતાવી. તેમણે કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) દેવ આપણી પાસે શું માંગે છે? એ ૩૨-પાનની મોટી પુસ્તિકા તમને આ જ્ઞાન લેવા મદદ કરશે. પાન ૩૨ પરની કુપન ભરીને Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, અથવા પાન નં. ૫ પરના યોગ્ય સરનામે મોકલીને તમે એની એક પ્રત મેળવી શકો છો.
દેવે જે વચનો આપ્યાં છે
પ્રેમાળ જગતવ્યાપી ભ્રાતૃત્વ
“દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”
હવે ગુના કે યુદ્ધ નહિ
“દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે”—નીતિવચન ૨:૨૨.
“[દેવ] પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.”
ખાવા માટે પુષ્કળ સારી વસ્તુઓ
લોકો અને પ્રાણીઓ વચ્ચે શાંતિ
“તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે,
ચિત્તો લવારા પાસે સૂશે; . . . અને નાનું છોકરૂં
તેઓને દોરશે.”—યશાયાહ ૧૧:૬.
બીમારી, વૃદ્ધાવસ્થા,
અને મરણ નાબૂદ કરવામાં આવશે
“[દેવ] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૪.
મૂએલા સ્નેહીજનોનું
પૃથ્વી પર પુનરુત્થાન
‘એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે
તેઓ સર્વ ઈસુની વાણી સાંભળશે અને નીકળી આવશે.’