પાઠ ૧૦
એક જ ધર્મ સાચો છે
સાચો ધર્મ. યહોવાએ ફક્ત એક જ ધર્મ આપ્યો છે. (યોહાન ૪:૨૩, ૨૪; એફેસી ૪:૪-૬) જો આપણે બીજો કોઈ ધર્મ પાળતા હોય, તો તે આપણને આશીર્વાદ દેશે નહિ.—માથ્થી ૭:૧૩, ૧૪.
તેમના ભક્તો ખરા દિલના છે. યહોવા પવિત્ર છે. તેથી, તેમના ભક્તોને પણ કોઈ જાતની કુટેવ નથી અને તેઓ સીધે રસ્તે ચાલે છે.—માથ્થી ૭:૧૫-૨૦.
યહોવાના ભક્તો બાઇબલમાંથી શીખવે છે. તેઓ દરરોજ બાઇબલ વાંચીને પોતાનું જીવન સુધારે છે.—૨ તીમોથી ૩:૧૬.
એકબીજાને પ્યારથી સાથ દે છે. ઈસુએ કોઈ જાતનો ભેદભાવ રાખ્યો ન હતો. તેમણે બધાને ઈશ્વર વિશે શીખવ્યું. એ જ રીતે આજે યહોવાની સંગતમાં કોઈ ઊંચ-નીચ, કે અમીર-ગરીબનો ભેદભાવ નથી.—યોહાન ૧૩:૩૫.
તેઓ પરમાત્માનું નામ જાહેર કરે છે. પરમાત્માનું નામ ‘યહોવા’ છે. એ પવિત્ર નામ ફક્ત યહોવાના સાક્ષીઓ જ ચારે બાજુ ફેલાવે છે.—માથ્થી ૬:૯; રોમનો ૧૦:૧૩, ૧૪.
યહોવાના ભક્તો આખી દુનિયામાં યહોવા વિશે શીખવે છે. તેઓ ઘરે ઘરે જણાવે છે કે, આજકાલની સરકારો નહિ, પણ ફક્ત પરમેશ્વર જ આપણી બધી ચિંતાઓ દૂર કરશે.—માથ્થી ૨૪:૧૪.
ઈશ્વર એક જ ધર્મને સાથ આપે છે. આપણે જોઈ ગયા તેમ, યહોવાના ભક્તો તેમના કહ્યા પ્રમાણે જ ચાલે છે. તેઓ બાઇબલના નિયમો પ્રમાણે જીવે છે. તેઓની સંગતમાં કોઈ ભેદભાવ નથી. તેઓ સર્વ લોકોને યહોવા અને તેમના રાજ વિશે જણાવે છે. તમે પણ યહોવાના ભક્તોની સંગતમાં આવો અને યહોવાના આશીર્વાદો લો.