૨૮
એક નવું ગીત
૧. ચાલ આ ગીત તું ગા, ભજન કીર્તનથી નવું ગા
જે યહોવા કરી બતાવે છે એ ગા
તે અદાલતમાં બેસીને ન્યાય સાચો તોલે
દરેક કિસ્સો સાંભળે, ન્યાય સાચો આપે છે
(ટેક)
ગુંજે છે
જગમાં આ ગીત નવું
ન કોઈ છે
યહોવાના જેવું
૨. ગા રાજાનો જય, જોર શોરથી તું ગા એનો જય
બોલો રાજાનો જય, મહારાજાનો હો જય
ઢોલ, ડફ, સારંગી, વીણા, સિતાર અને વાંસળી
વગાડીને તું પણ ઝૂમી ઊઠ આનંદથી
(ટેક)
ગુંજે છે
જગમાં આ ગીત નવું
ન કોઈ છે
યહોવાના જેવું
૩. એના તો ગીતો, સાતે સમંદરો પણ ગાય
એના નામે નદી, ખળ ખળ કરતી હરખાય
ખીણ, પર્વત, ટેકરી, સાગર, ઝરણાં ગીત ગાતા જાય
સૌ હોઠે રમે છે યહોવાનો જય જય
(ટેક)
ગુંજે છે
જગમાં આ ગીત નવું
ન કોઈ છે
યહોવાના જેવું
(ગીત. ૯૬:૧; ૧૪૯:૧; યશા. ૪૨:૧૦ પણ જુઓ.)