પાઠ ૪૭
શું તમે બાપ્તિસ્મા લેવા તૈયાર છો?
હમણાં સુધી તમે બાઇબલમાંથી યહોવા વિશે ઘણું બધું શીખ્યા છો. તમે જે શીખ્યા એ પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો પણ કર્યા હશે. પણ કદાચ કોઈ કારણના લીધે તમને લાગતું હશે કે તમે સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા તૈયાર નથી. આ પાઠમાં એવી અમુક અડચણો વિશે અને એ કઈ રીતે પાર કરી શકાય એ વિશે જણાવ્યું છે.
૧. બાપ્તિસ્મા પહેલાં તમને બાઇબલનું કેટલું જ્ઞાન હોવું જોઈએ?
બાપ્તિસ્મા લેવા માટે “સત્યનું ખરું જ્ઞાન” હોવું જરૂરી છે. (૧ તિમોથી ૨:૪) પણ એનો અર્થ એ નથી કે તમને બાઇબલને લગતા દરેક સવાલનો જવાબ ખબર હોય. હકીકત તો એ છે કે જેઓએ ઘણાં વર્ષો પહેલાં બાપ્તિસ્મા લીધું હતું, તેઓ આજે પણ બાઇબલમાંથી નવી નવી વાતો શીખતા રહે છે. (કોલોસીઓ ૧:૯, ૧૦) પણ બાપ્તિસ્મા લેવા જરૂરી છે કે તમે બાઇબલનું મૂળ શિક્ષણ સારી રીતે સમજતા હો. તમને બાઇબલ શિક્ષણની સારી સમજણ છે કે નહિ, એ વિશે જાણવા મંડળના વડીલો સાથે વાત કરો.
૨. બાપ્તિસ્મા પહેલાં કયાં પગલાં ભરવાં જરૂરી છે?
બાપ્તિસ્મા લેતા પહેલાં જરૂરી છે કે “તમે પસ્તાવો કરો અને પાછા ફરો.” (પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯ વાંચો.) એનો અર્થ થાય કે તમને તમારી ભૂલો કે પાપો માટે ખૂબ દુઃખ છે અને તમે યહોવા પાસે એની માફી માંગી છે. તમે દૃઢ નિર્ણય લીધો છે કે હવેથી તમે એવાં કામોથી દૂર રહેશો જે યહોવાને નથી ગમતાં; હવેથી તમે યહોવાને ગમે છે એ રીતે જ જીવશો. એટલું જ નહિ, તમે સભાઓમાં આવો, એમાં ભાગ લો અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે પ્રચાર કરો, એ પણ જરૂરી છે.
૩. ડર હોય તોપણ તમારે કેમ બાપ્તિસ્મા લેતાં અચકાવું ન જોઈએ?
અમુક લોકો એ વાતથી ડરે છે કે યહોવાની સેવા કરવાનું વચન આપ્યા પછી તેઓ એ વચન પાળી નહિ શકે. એ સાચું છે કે અમુક વાર તમારાથી ભૂલો થશે. બાઇબલમાં જણાવેલાં વફાદાર સ્ત્રી-પુરુષોથી પણ અમુક ભૂલો થઈ હતી. પણ યાદ રાખો, યહોવા એવી અપેક્ષા નથી રાખતા કે તમારાથી કદી ભૂલ નહિ થાય. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪ વાંચો.) જ્યારે તમે તેમની ઇચ્છા પ્રમાણે જીવવા પૂરેપૂરી કોશિશ કરો છો, ત્યારે તે બહુ ખુશ થાય છે. જે ખરું છે એ કરવા યહોવા તમને ચોક્કસ મદદ કરશે. તેમણે વચન આપ્યું છે કે કોઈ પણ વાત તમને “ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.”—રોમનો ૮:૩૮, ૩૯ વાંચો.
વધારે જાણો
યહોવાને સારી રીતે ઓળખવાથી અને તેમની મદદ લેવાથી તમે કોઈ પણ અડચણ પાર કરી શકો છો. કઈ રીતે? ચાલો જોઈએ.
૪. યહોવાને સારી રીતે ઓળખો
બાપ્તિસ્મા પહેલાં તમારે યહોવા વિશે કેટલું જાણવાની જરૂર છે? જ્યારે તમે યહોવાને પ્રેમ કરવા લાગો અને તેમના દિલને ખુશ કરવાની ઇચ્છા જાગે ત્યારે જાણી લો કે તમે હવે બાપ્તિસ્મા માટે તૈયાર છો. ચાલો અમુક લોકો પાસેથી સાંભળીએ જેઓએ એવું જ કર્યું છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
વીડિયોમાં જણાવેલા લોકોને બાપ્તિસ્મા માટે તૈયાર થવા શાનાથી મદદ મળી?
રોમનો ૧૨:૨ વાંચો. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો:
શું તમારા મનમાં બાઇબલ શિક્ષણ વિશે કોઈ શંકા છે? શું તમને લાગે છે કે યહોવાના સાક્ષીઓ જે શીખવે છે એ સાચું છે?
જો તમારા મનમાં કોઈ શંકા હોય, તો એને કઈ રીતે દૂર કરી શકો?
૫. ભલે કોઈ પણ અડચણ આવે, તમે એને પાર કરી શકશો
સમર્પણ અને બાપ્તિસ્માની વાત આવે ત્યારે બધાની સામે કોઈ ને કોઈ અડચણ ઊભી થાય છે. ચાલો જોઈએ કે એક બહેન સામે કેવી અડચણો આવી. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
યહોવાની સેવા કરવા એ બહેન સામે કઈ અડચણો આવી?
યહોવા માટે પ્રેમ હોવાના લીધે તે કઈ રીતે એ અડચણો પાર કરી શક્યાં?
નીતિવચનો ૨૯:૨૫ અને ૨ તિમોથી ૧:૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
અડચણો પાર કરવા શાનાથી હિંમત મળે છે?
૬. ભરોસો રાખો કે યહોવા તમને ચોક્કસ મદદ કરશે
દરેક સંજોગમાં યહોવા તમને મદદ કરશે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
વીડિયો: યહોવા ઈશ્વર તમને મદદ કરશે (૨:૫૦)
જે ભાઈ બાઇબલમાંથી શીખતા હતા, તે બાપ્તિસ્મા લેતા કેમ અચકાતા હતા?
તેમણે યહોવા વિશે એવી કઈ વાત જાણી, જેથી યહોવામાં તેમનો ભરોસો વધ્યો?
યશાયા ૪૧:૧૦, ૧૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
તમે કેમ ખાતરી રાખી શકો કે તમે સમર્પણનું વચન જરૂર નિભાવી શકશો?
૭. યહોવાના પ્રેમ માટે તેમનો આભાર માનતા રહો
તમે જેટલું વધારે યહોવાના પ્રેમ વિશે વિચારશો, એટલો જ વધારે તેમનો આભાર માનશો. હંમેશાં તેમની સેવા કરવાની તમારી ઇચ્છા પણ વધતી જશે. ગીતશાસ્ત્ર ૪૦:૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
તમે ખાસ કરીને કયા આશીર્વાદો માટે યહોવાનો આભાર માનો છો?
પ્રબોધક યર્મિયા યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. યહોવાનો સંદેશો તેમને ખૂબ જ ગમતો હતો. તેમને એ વાતનો ગર્વ હતો કે તે યહોવાના નામથી ઓળખાતા હતા. તેમણે કહ્યું: ‘એ સંદેશાથી મારું મન ખુશ થયું અને મારું દિલ ઝૂમી ઊઠ્યું. કેમ કે હે ઈશ્વર યહોવા, હું તમારા નામથી ઓળખાઉં છું.’ (યર્મિયા ૧૫:૧૬) આ સવાલોની ચર્ચા કરો:
યહોવાના સાક્ષી હોવું કેમ મોટા સન્માનની વાત છે?
શું તમે બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવા માંગો છો?
શું એવી કોઈ વાત છે, જે તમને એમ કરતા રોકી રહી છે?
બાપ્તિસ્માનું પગલું ભરવા તમે શું કરી શકો?
અમુક લોકો કહે છે: “હું બાપ્તિસ્મા લેતા અચકાઉં છું, કેમ કે મને ડર છે કે હું યહોવાને આપેલું વચન પાળી નહિ શકું.”
શું તમને પણ એવું લાગે છે?
આપણે શીખી ગયા
બાપ્તિસ્મા લેવા તમારી સામે જે અડચણો આવે છે, એને તમે યહોવાની મદદથી પાર કરી શકશો.
તમે શું કહેશો?
બાપ્તિસ્મા પહેલાં તમને બાઇબલનું કેટલું જ્ઞાન હોવું જોઈએ?
બાપ્તિસ્મા પહેલાં તમારે કદાચ કયા ફેરફારો કરવા પડે?
ડર હોય તોપણ તમારે કેમ બાપ્તિસ્મા લેતા અચકાવું ન જોઈએ?
વધારે માહિતી
બાપ્તિસ્માનો નિર્ણય શાના આધારે હોવો જોઈએ? આ લેખમાં વાંચો.
તમે કઈ રીતે એ અડચણો પાર કરી શકો, જે તમને બાપ્તિસ્મા લેતા રોકે છે? આ લેખમાં વાંચો.
જાણો કે એક માણસે કઈ રીતે મોટી મોટી અડચણો પાર કરી, જેથી તે બાપ્તિસ્મા લઈ શકે. આ વીડિયો જુઓ.
અટ્ટા નામના ભાઈ બાપ્તિસ્મા લેતા અચકાતા હતા. તેમને શાનાથી ખાતરી થઈ કે તેમણે આ મહત્ત્વનું પગલું ભરવું જોઈએ? વીડિયોમાં જુઓ.