વાચકો તરફથી પ્રશ્નો
પુનર્નિયમ ૧૪:૨૧નો વિચાર છે કે ‘તમારે પહેલેથી મરી ગયેલા પ્રાણીનું માંસ ખાવું નહિ.’ પણ લેવીય ૧૧:૪૦ કહે છે કે ‘જે કોઈ મરી ગયેલા પ્રાણીનું માંસ ખાય, તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.’ શું આ બન્ને કલમો જુદું જુદું શીખવે છે?
આ બંને કલમો જુદું જુદું શીખવતી નથી. પુનર્નિયમ ૧૪:૨૧ એ નિયમ પર ભાર મૂકે છે કે જંગલી જાનવરે ફાડી ખાધેલા પ્રાણીનું માંસ ખાવું જોઈએ નહિ. (નિર્ગમન ૨૨:૩૧; લેવીય ૨૨:૮) લેવીય ૧૧:૪૦ બતાવે છે કે જો કોઈ ઈસ્રાએલી ભૂલથી એ નિયમ તોડે, તો શું કરવું જોઈએ.
યહોવાહે જેની મનાઈ કરી હતી, એના વિષે નિયમો આપ્યા હતા. દાખલા તરીકે, ચોરી ન કરવી. ખૂન ન કરવું. કોઈની વિરુદ્ધ ખોટી સાક્ષી નહિ આપવી. જો કોઈ જાણે-અજાણે એ નિયમો તોડે, તો એની સજા થતી. એ બતાવતું હતું કે નિયમો પાળવા કેટલા જરૂરી હતા.
જો કોઈ મરેલા પ્રાણીનું માંસ ખાય, તો તેણે નિયમ તોડ્યો ગણાય. તે યહોવાહની નજરે અશુદ્ધ ગણાય. એટલે, તેણે શુદ્ધ થવા નિયમ પ્રમાણે અમુક બાબત કરવાની હતી. જો તે ન કરે, તો “તેનો અન્યાય તેને માથે.”—લેવીય ૧૭:૧૫, ૧૬.