બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૬-૭
ઉદારતાથી માપી આપો
ઉદાર વ્યક્તિ રાજીખુશીથી બીજાઓને મદદ કરવા પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ આપે છે.
“આપતા રહો” માટે વપરાયેલા ગ્રીક ક્રિયાપદનો અર્થ થાય, કાયમ આપતા રહીએ
આપણે ઉદારતાથી આપીશું તો, બીજાઓ પણ આપણને ‘ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું આપશે.’ આ શબ્દો કદાચ એવા રિવાજને દર્શાવે છે, જ્યાં અમુક વેપારીઓ ઘરાકના ઝભ્ભાને ઝોળી જેવું બનાવીને એમાં ચીજવસ્તુઓ ભરીને આપતા