૪૬
યહોવા જ મહાન રાજા
૧. યહોવા રાજાઓના રાજા
કોઈ પણ નથી તારા જેવું વિશ્વમાં
આકાશ-ધરતી ગાય છે ગીતો મધુર તારાં
મારે ગાવાં છે ગીતો તારાં
(ટેક)
આખું સ્વર્ગ હરખાય છે, ધરતી પણ હરખાય છે
બસ યહોવાજ મહાન રાજા છે
આખું સ્વર્ગ હરખાય છે, ધરતી પણ હરખાય છે
બસ યહોવાજ મહાન રાજા છે
૨. કરું યાદ મોટા ચમત્કારો
તું મને બચાવીશ એ છે ભરોસો
હું જણાવું બધા લોકોને રોજે-રોજ
યહોવાને સૌ માનો ઈશ્વર
(ટેક)
આખું સ્વર્ગ હરખાય છે, ધરતી પણ હરખાય છે
બસ યહોવાજ મહાન રાજા છે
આખું સ્વર્ગ હરખાય છે, ધરતી પણ હરખાય છે
બસ યહોવાજ મહાન રાજા છે
૩. તારા રાજનો પાયો અખંડ છે
તેં ઈસુના હાથમાં રાજદંડ આપ્યો છે
ભાંગીને ભૂક્કો થાય પથ્થરની મૂર્તિઓ
કેમ કે તુંજ એક પરમેશ્વર સાચો
(ટેક)
આખું સ્વર્ગ હરખાય છે, ધરતી પણ હરખાય છે
બસ યહોવાજ મહાન રાજા છે
આખું સ્વર્ગ હરખાય છે, ધરતી પણ હરખાય છે
બસ યહોવાજ મહાન રાજા છે
(૧ કાળ. ૧૬:૯; ગીત. ૬૮:૨૦; ૯૭:૬, ૭ પણ જુઓ.)