ગીત ૧૩૬
ધરતી પર તારું રાજ આવે
યહોવા તું સાચો ઈશ્વર
યુગ-યુગથી પરમેશ્વર
તેં મુગટ ઈસુને આપ્યો
રાજગાદી પર બેઠો
કરે છે રાજ ઈસુ હવે
આ ધરતી પર સુખ પાથરશે
(ટેક)
સૌનાં આંસુ લૂછશે
ને સોનેરી સંધ્યા ખીલશે
દુઆ તને કર્યે
ધરતી પર તારું રાજ આવે
શેતાન તો રોષે ભરાયો
સિંહની જેમ તે ગરજે
ભલે દુઃખનો પહાડ તૂટે
દિલમાં હિંમત ભર્યે
કરે છે રાજ ઈસુ હવે
આ ધરતી પર સુખ પાથરશે
(ટેક)
સૌનાં આંસુ લૂછશે
ને સોનેરી સંધ્યા ખીલશે
દુઆ તને કર્યે
ધરતી પર તારું રાજ આવે
સૌ દૂતો પણ સ્વર્ગમાં હરખાય
ગીતો પણ તેઓ ગાય
શેતાનને હરાવી દીધો
સ્વર્ગમાં વિજય થયો
કરે છે રાજ ઈસુ હવે
આ ધરતી પર સુખ પાથરશે
(ટેક)
સૌનાં આંસુ લૂછશે
ને સોનેરી સંધ્યા ખીલશે
દુઆ તને કર્યે
ધરતી પર તારું રાજ આવે
(દાની. ૨:૩૪, ૩૫; ૨ કોરીં. ૪:૧૮ પણ જુઓ.)