યે કૌન ચિત્રકાર હૈ?
લગભગ ૧૫૦ વર્ષો પહેલાં ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શોધી કાઢ્યો. તેના કહેવા પ્રમાણે જીવસૃષ્ટિ અને વનસ્પતિ જગતમાં જોવા મળતી જાતજાતની રચના કે પૅટર્ન ઉત્ક્રાંતિને આભારી છે. જોકે હમણાં હમણાં ઉત્ક્રાંતિની થીયરી અને એમાં થયેલા સુધારા-વધારા પર શંકા ઉઠાવવામાં આવી છે. ઘણા માને છે કે કુદરતની દરેક રચના અજોડ છે. એ સરસ રીતે રચવામાં આવી છે, આપોઆપ આવી નથી. અરે, મોટા મોટા વૈજ્ઞાનિકો પણ ઉત્ક્રાંતિના સિદ્ધાંત સાથે હામાં હા મિલાવતા નથી.
અમુક વૈજ્ઞાનિકો વળી કંઈ જુદું જ માને છે. તેઓ કોઈ બુદ્ધિશાળીએ કરેલી ડિઝાઇન કે રચનામાં માને છે. તેઓના કહેવા પ્રમાણે ઉત્પત્તિમાં ત્રણ બાબતો મોટો ભાગ ભજવે છે: જીવવિજ્ઞાન, ગણિત અને કુદરતી રચના વિષેની સમજ. તેઓ આ સ્કૂલોમાં શીખવાય એવું ચાહે છે. આવી બધી માથાકૂટ આમ તો અમેરિકામાં ચાલે છે, પણ એની અસર ઇંગ્લૅંડ, તુર્કી, નેધરલૅન્ડ્ઝ, પાકિસ્તાન અને સર્બિયામાં થઈ છે.
આવું કેમ?
કોઈ બુદ્ધિશાળીએ બધું બનાવ્યું છે એમ માનનારા પણ નથી કહેતા કે એની પાછળ કોણ છે. શું કોઈ રચનાર વગર રચના આવી શકે? ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ મૅગેઝિન જણાવે છે કે સૃષ્ટિનું સર્જન થયું છે, એવું માનનારા ‘કહેવા તૈયાર નથી કે એ કોણે કર્યું છે.’ લેખિકા ક્લોદિયા વોલિસ કહે છે કે બુદ્ધિશાળીએ કરેલી રચનામાં માનનારા ‘ચાલાકીથી ભગવાનને વચમાં લાવવા માગતા નથી.’ ન્યૂઝવીક મૅગેઝિને કોમેન્ટ કરી કે ‘બુદ્ધિશાળીએ કરેલી ડિઝાઇનમાં માનનારા, એના રચનારનું નામ-ઠામ કે ઠેકાણું આપવા તૈયાર નથી.’
તોપણ શું રચનારને છુપાવવા જોઈએ? અધધધ . . . વિશ્વ જુઓ! એની રચના જુઓ! ખુદ માનવનો વિચાર કરો! એ બધીય સુંદર રચના જોઈને મોંમાં આંગળા નાખી જઈએ. એના રચનાર વિના એ રચનાની સમજણ અધૂરી જ રહે છે.
રચનારમાં માનવું કે નહિ એ નક્કી કરવા ચાલો આપણે આવા સવાલોની ચર્ચા કરીએ: એ બધી રચના ઈશ્વરના હાથની કરામત છે, એમ માનવાથી સાયન્સનો અંત આવી જશે? શું ઈશ્વરમાં ત્યારે જ માનવું જ્યારે બીજો કોઈ જવાબ ન મળે? શું કુદરતની રચના જોઈને માનવું વાજબી છે કે એનો રચનાર છે? (w 07 8/15)
[Pictures on page 3]
જાતજાતની રચના ઉત્ક્રાંતિથી આવી, એવું ચાર્લ્સ ડાર્વિનનું માનવું હતું
[Credit Line]
Darwin: From a photograph by Mrs. J. M. Cameron/U.S. National Archives photo