બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૯-૧૧
‘આખી પૃથ્વી પર એક જ ભાષા હતી’
બાબેલ શહેરમાં આજ્ઞા ન પાળનારા લોકોની ભાષા યહોવાએ ગૂંચવી નાખી અને પૃથ્વી પર વિખેરી નાખ્યા. પણ આજે યહોવા દરેક દેશ અને ભાષાના લોકોમાંથી મોટું ટોળું ભેગું કરી રહ્યા છે. તેઓ “શુદ્ધ હોઠો” એટલે કે શુદ્ધ ભાષા બોલીને ‘યહોવાના નામે વિનંતી કરીને એક સાથે તેમની સેવા કરે છે.’ (સફા ૩:૯; પ્રક ૭:૯) “શુદ્ધ હોઠો” એટલે કે શુદ્ધ ભાષાનો શું અર્થ થાય? એ તો યહોવા અને તેમની ઇચ્છા વિશેનું સત્ય છે, જે બાઇબલમાં મળી આવે છે.
નવી ભાષા શીખવા નવા શબ્દો યાદ કરી લેવું જ પૂરતું નથી. તમારે પોતાની વિચારવાની રીતમાં ફેરફાર કરવાનું શીખવું જોઈએ. એટલે સત્યની શુદ્ધ ભાષા શીખીએ છીએ ત્યારે, આપણા વિચારોમાં ફેરફાર થાય છે. (રોમ ૧૨:૨) આપણે હંમેશાં એમ કરતા રહેવું જોઈએ. એનાથી યહોવાના ભક્તોમાં સંપ રહેશે.—૧કો ૧:૧૦.