વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 ડિસેમ્બર પાન ૨૭
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • સરખી માહિતી
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • વિભાગ ૧
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 ડિસેમ્બર પાન ૨૭

શું તમને યાદ છે?

આ વર્ષના ચોકીબુરજ અંકો તમે ધ્યાનથી વાંચ્યા હશે. શું તમને એમાંના આ મુદ્દા યાદ છે?

નિરાશામાંથી બહાર આવવા આપણે શું કરી શકીએ?

આપણે ભક્તિને લગતાં કામોમાં લાગુ રહીએ, નિરાશાનું કારણ જાણવા પ્રાર્થનામાં મદદ માંગીએ અને પોતાના સંજોગોમાં મદદ મળે એવા વિષય પર અભ્યાસ કરીએ. એમ કરીશું તો હિંમત નહિ હારી જઈએ.—w૨૬.૦૧, પાન ૧૦-૧૩.

દુનિયાના દેશો ક્યારે “શાંતિ અને સલામતી” જાહેર કરશે? (૧ થેસ્સા. ૫:૩)

એ જાહેરાત જૂઠા ધર્મોનો નાશ થાય એ પહેલાં અથવા જૂઠા ધર્મોના નાશ પછી થઈ શકે છે. સમય આવ્યે જ ખબર પડશે કે એ બનાવ ક્યારે બનશે.—w૨૬.૦૨, પાન ૩૦-૩૧.

શીખવવાની આવડત નિખારવા શું કરી શકીએ?

લોકોને સમજવાની કોશિશ કરીએ, બાઇબલ અને યહોવા તરફ તેઓનું ધ્યાન દોરીએ અને તેઓનું ધ્યાનથી સાંભળીએ.—w૨૬.૦૩, પાન ૩-૬.

મુશ્કેલીઓ વિશે શું વિચારવું જોઈએ?

આપણે યાદ રાખવું જોઈએ કે આ દુષ્ટ દુનિયામાં આપણે મુશ્કેલીઓ ટાળી શકતા નથી. યહોવા મુશ્કેલીઓને ચાલવા દે છે અને યહોવા આપણને પોતાના પર નહિ, પણ તેમના પર ભરોસો રાખવાનું શીખવી રહ્યા છે.—w૨૬.૦૪, પાન ૧૫-૧૭.

ગલાતીઓ ૬:૫ પ્રમાણે વધારે ભણવું કે નહિ એ નિર્ણય કોણે લેવો જોઈએ?

દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે, પણ સગીર બાળકોના કિસ્સામાં નિર્ણય લેવાની જવાબદારી મમ્મી-પપ્પાની છે. કેમ વધારે ભણવું છે, દર અઠવાડિયે કેટલો સમય આપવો પડશે, કોર્સ કેટલો લાંબો ચાલશે, ભણવા માટે ક્યાં જવું પડશે, કેટલો ખર્ચો થશે અને શું કામ મળશે એનો પણ વિચાર કરવો જોઈએ.—w૨૬.૦૫, પાન ૧૫-૧૮.

પ્રચાર ગ્રૂપની ગોઠવણથી કઈ રીતે ફાયદો થાય છે?

એક ફાયદો છે કે આપણને ગ્રૂપ નિરીક્ષક પાસેથી જરૂરી ઉત્તેજન મળે છે. વધુમાં, પ્રચાર ગ્રૂપની ગોઠવણથી આપણે હંમેશાં સાથ નિભાવે એવા દોસ્તો બનાવી શકીએ છીએ અને આપણને આફતના સમયે મદદ મળે છે.—w૨૬.૦૬, પાન ૧૮-૧૯.

યશાયા ૩૮:૧૭માંથી આપણને કઈ વાતનો દિલાસો મળે છે?

આ કલમથી જોવા મળે છે કે આપણે દિલથી પસ્તાવો કરીએ છીએ ત્યારે, યહોવા આપણાં પાપ પોતાની પીઠ પાછળ ફેંકી દે છે. પછી ફરી કદી એ પાપ તેમને નજરે પડતાં નથી અથવા તે એનો વિચાર કરતા નથી.—w૨૬.૦૭, પાન ૧૧.

જૂના જમાનામાં શહેરના દરવાજે શું થતું હતું?

નજીકમાં જ બજાર હતું એટલે લોકો ત્યાં ભેગા થતા અને દરવાજે વેપાર કરતા. ન્યાયાધીશો ત્યાં ન્યાય કરતા અને ઈશ્વરના સંદેશવાહકો ત્યાંથી પોતાનો સંદેશો જણાવતા.—w૨૬.૦૮, પાન ૩૧.

ગીતશાસ્ત્ર ૯૧ પ્રમાણે યહોવા કઈ અલગ અલગ રીતે આપણું રક્ષણ કરવાનું વચન આપે છે?

ગીતશાસ્ત્ર ૯૧માં યહોવા પોતાના ભક્તોનું બધી રીતે રક્ષણ કરવાનું વચન આપે છે. યહોવા પોતાના ભક્તોને એક સમૂહ તરીકે સાચવી રાખશે, તેમની સાથેના સંબંધનું અને તેઓનાં જીવનનું રક્ષણ કરશે તેમજ તેઓને મનની શાંતિ આપશે. આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે ત્યારે આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા ફક્ત સમૂહ તરીકે જ નહિ, પણ એકેએક ભક્તનું બધી રીતે રક્ષણ કરશે.—w૨૬.૦૯, પાન ૩, ૬-૭.

દરરોજ શાસ્ત્રવચન વાંચવાથી કેવા ફાયદા થાય છે?

યહોવા પરથી ધ્યાન ભટકી જતું નથી, સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ છીએ, રોજની ચિંતાઓનો સામનો કરવા તાકાત મળે છે અને યહોવાને વફાદાર રહેવા મદદ મળે છે. યહોવા આપણને વધારે સારા ભક્ત બનવા અને અલગ અલગ જવાબદારીઓ માટે તૈયાર થવા મદદ મળે છે.—w૨૬.૧૦, પાન ૨૫-૨૭.

બાઇબલ સમયના ઘેટાંપાળકોના કયા ગુણો આજે વડીલો અનુસરી શકે છે?

એ સમયના ઘેટાંપાળકો ઘેટાંને ખોરાક પૂરો પાડવામાં અને સંભાળ રાખવામાં મહેનતુ હતા. તેઓ ભરોસાપાત્ર હતા અને ઘેટાં તેઓને અવાજ ઓળખતાં હતાં. એ ઘેટાંપાળકો બહાદુર હતા અને ઘેટાંનું સારી રીતે રક્ષણ કરતા હતા.—w૨૬.૧૧, પાન ૯.

ઈસુએ કેમ પ્રેરિતોને તલવાર ખરીદવાનું કહ્યું? (લૂક ૨૨:૩૬)

ઈસુએ મરણની આગલી રાતે પ્રેરિતોને પોતાની સાથે તલવારો રાખવાનું જણાવ્યું. તે શીખવવા માંગતા હતા કે સતાવણી થાય તોપણ તેઓએ હિંસાનો સહારો લેવો ન જોઈએ.—w૨૬.૧૨, પાન ૧૬-૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો