બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૮-૯
મારો શિષ્ય થા—એ માટે શું કરવું જોઈએ?
જમીન ખેડતી વખતે ખેડૂત પાછળ જોઈને સીધા ચાસ પાડી શકતો નથી. એવી જ રીતે, આપણે પણ ઈસુના શિષ્ય બનવા માટે જે બધું પાછળ છોડીને આવ્યા છીએ, એના પર મન લગાવી શકતા નથી.—ફિલિ ૩:૧૩.
જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે, કદાચ સત્યમાં આવ્યા એ પહેલાંનો સમય યાદ કરીને આપણે વિચારવા લાગીએ કે, “એ દિવસો કેટલા સારા હતા!” પણ મોટાભાગે આપણે સત્ય મળ્યા પહેલાંની નાની નાની ખુશીને મોટી ગણીએ છીએ અને મોટી મોટી મુશ્કેલીઓને નાની ગણીએ છીએ. ઇજિપ્તમાંથી બહાર આવ્યા પછી ઇઝરાયેલીઓએ પણ એવું જ કર્યું હતું. (ગણ ૧૧:૫, ૬) આપણે પણ જે બધું જતું કર્યું છે જો એના પર મન લગાવીશું, તો અગાઉના જીવન પ્રમાણે જીવવા લાગીશું. એના બદલે, કેમ નહિ કે આપણે હાલના આશીર્વાદો અને ઈશ્વરના રાજ્યમાં મળનાર અપાર ખુશીનો વિચાર કરીએ!—૨કો ૪:૧૬-૧૮.