બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
“જગતના નથી” એનો શું અર્થ થાય છે?
ચોથી સદી સી.ઈ.માં, હજારો કહેવાતા ખ્રિસ્તીઓએ મિસરના રણમાં એકલા રહેવા માટે પોતાની સંપત્તિ, સંબંધીઓ અને જીવનનો માર્ગ છોડી દીધો. તેઓ ઍન્કોરીઓ તરીકે જાણીતા થયા જે ગ્રીક શબ્દ એનાખોરેઓ પરથી આવે છે એનો અર્થ છે “હું અલગ થાઉ છું.” એક ઇતિહાસકાર તેઓને વર્ણવે છે તેમ તેઓ પોતાના સંગાથીઓથી પોતાને દૂર રાખે છે. એકાંતવાસીઓએ વિચાર્યું કે માનવ સમાજથી પોતાને દૂર રાખીને, તેઓ “જગતના નથી” એ ખ્રિસ્તી જરૂરિયાતને અનુસરી રહ્યા હતા.—યોહાન ૧૫:૧૯.
બાઇબલ ખ્રિસ્તીઓને “જગતથી પોતાને નિષ્કલંક” રાખવાની સલાહ જરૂર આપે છે. (યાકૂબ ૧:૨૭) શાસ્ત્રવચનો સ્પષ્ટ ચેતવણી આપે છે: “ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂબ ૪:૪) છતાં, શું એનો એ અર્થ થાય કે ખ્રિસ્તીઓએ શાબ્દિક રીતે પોતાને દૂર કરી ઍન્કોરીઓ થઈ જવું? શું તેઓએ પોતાને પોતાની ધાર્મિક માન્યતાઓના સહભાગી નથી થતા તેઓથી દૂર રાખવા જોઈએ?
ખ્રિસ્તીઓ સમાજ વિરોધી નથી
જગતના ભાગ નહિ હોવાનો ખ્યાલ બાઇબલમાં ઘણી જગ્યાએ વર્ણવવામાં આવ્યો છે. એ ખ્રિસ્તીને પોતાને, દેવથી દૂર છે એવા માનવ સમાજના સમુદાયથી જુદા રાખવાની જરૂરિયાતને બતાવે છે. (સરખાવો ૨ કોરીંથી ૬:૧૪-૧૭; એફેસી ૪:૧૮; ૨ પીતર ૨:૨૦.) તેથી, સાચા ખ્રિસ્તીઓ શાણી રીતે યહોવાહના ન્યાયી માર્ગોને વિસંવાદિત વલણ, વાણી અને વર્તણૂકથી દૂર રહે છે, જેવા કે જગત જેનો પીછો કરે છે એવી લોભી સમૃદ્ધિ, ખ્યાતિ અને આનંદપ્રમોદમાં અનહદ ભોગવિલાસ. (૧ યોહાન ૨:૧૫-૧૭) તેઓ પોતાને યુદ્ધ અને રાજકારણમાં તટસ્થ રાખીને પણ જગતથી દૂર રહે છે.
ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેમના શિષ્યો “જગતના નથી.” પરંતુ તેમણે દેવને પ્રાર્થના પણ કરી: “તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરૂં છું.” (યોહાન ૧૭:૧૪-૧૬) સ્પષ્ટ રીતે, ઈસુ ઇચ્છતા ન હતા કે પોતાના શિષ્યો સમાજ વિરોધી બને કે બિનખ્રિસ્તીઓથી દરેક રીતે દૂર રહે. ખરેખર તો, જુદાપણુ ખ્રિસ્તીઓને “પ્રગટ રીતે તથા ઘેરેઘેર” પ્રચાર તથા શિક્ષણ આપવાનું તેમણે સોંપેલું કાર્ય કરવાથી રોકે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦; માત્થી ૫:૧૬; ૧ કોરીંથી ૫:૯, ૧૦.
જગતથી નિષ્કલંક રહોની સલાહ ખ્રિસ્તીઓને પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા સમજવાનો કોઈ પાયો પૂરી પાડતી નથી. યહોવાહનો ભય રાખનારાઓ “અભિમાન”ને ધિક્કારે છે. (નીતિવચન ૮:૧૩) ગલાતી ૬:૩ નોંધે છે કે “જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે.” જે ચડિયાતા સમજે છે તેઓ પોતાને ભુલાવે છે કારણ કે “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.”—રૂમી ૩:૨૩.
“કોઈની નિંદા ન કરવી”
ઈસુના દિવસોમાં એવા લોકો હતા જેઓ પોતાના ધાર્મિક વૃંદમાં ન હોય તેઓને તુચ્છકારતા હતા. આમા ફરોસીઓ હતા. તેઓ મુસાના નિયમ અને યહુદી પરંપરાથી સારી રીતે પરિચિત હતા. (માત્થી ૧૫:૧, ૨; ૨૩:૨) તેઓ ઘણા ધાર્મિક ક્રિયાકાંડોને વધુ પડતી કાળજીથી અનુસરવામાં ગર્વ લેતા હતા. ફક્ત તેઓ પોતાની બૌદ્ધિક સિદ્ધિ અને ધાર્મિક સ્થાનને લીધે બીજા કરતાં ચડિયાતા હોય એ રીતે વર્તતા હતા. તેઓ આમ કહીને પોતાના ધર્મનિષ્ઠ અને તુચ્છકારદર્શક વલણો પ્રદર્શિત કરતા: “પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે.”—યોહાન ૭:૪૯.
ફરોશીઓ પાસે બિન-ફરોશીઓને નીચા બતાવવાની સંજ્ઞા પણ હતી. હેબ્રી ક્રિયાપદ અમ્હારેટ્સ સમાજના નિયમિત સભ્યો તરીકે ઓળખાવવામાં હકારાત્મક રીતે વપરાયું હતું. પરંતુ સમય જતા યહુદી ધર્મના ગર્વિષ્ઠ આગેવાનોએ અમ્હારેટ્સનો અર્થ તુચ્છકારક કરી નાખ્યો. જાહેર કરાયેલા ખ્રિસ્તીઓ સમેત બીજાં વૃંદો, પોતાનાથી જુદી ધાર્મિક માન્યતાવાળા લોકોને ઓળખાવવા હાનિકારક રીતે “વિધર્મી” અને “મૂર્તિપૂજક” શબ્દાવલિનો ઉપયોગ કરતા હતા.
છતાં, પ્રથમ-સદીના ખ્રિસ્તીઓએ ખ્રિસ્તીત્વ ન અપનાવનારાઓને કઈ દૃષ્ટિએ જોયા? ઈસુના શિષ્યોને સલાહ આપવામાં આવી હતી કે અવિશ્વાસીઓની સાથે “નમ્રતાથી” અને “સત્યતાથી” વર્તો. (૨ તીમોથી ૨:૨૫; ૧ પીતર ૩:૧૫) આ બાબતમાં પ્રેષિત પાઊલે સારુ ઉદાહરણ બેસાડ્યું. એ મળી શકાય એવો હતો, ગર્વિષ્ઠ નહિ. તે પોતાને બીજાઓ કરતાં ઊંચો ગણવાને બદલે નમ્ર અને દૃઢ કરનાર હતો. (૧ કોરીંથી ૯:૨૨, ૨૩) તીતસને એના પ્રેરિત પત્રમાં પાઊલ સલાહ આપે છે “કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.”—તીતસ ૩:૨.
બાઇબલમાં “અવિશ્વાસી” શબ્દાવલિને બિન-ખ્રિસ્તીઓને ઓળખાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. છતાં પણ, એવો કોઈ પુરાવો નથી કે શબ્દ “અવિશ્વાસી” એ અધિકૃત હોદ્દો કે લેબલ છે. નિશ્ચે એ બિન-ખ્રિસ્તીઓને નાના બતાવવા કે નીચા પાડવા ન હતું, જેમ એ બાઇબલ સિદ્ધાંતોથી વિપરીત હતું. (નીતિવચન ૨૪:૯) યહોવાહના સાક્ષીઓ આજે અવિશ્વાસીઓ પ્રત્યે ઉદ્ધત કે કઠોર બનવાનું ટાળે છે. તેઓ બિન-સાક્ષી સંબંધીઓ કે પાડોશીઓને નીચા પાડવાનું લેબલ લગાવવાને અશિક્ષિત ગણે છે. તેઓ બાઇબલ સલાહને અનુસરે છે જે નોંધે છે: “પ્રભુના દાસે . . . સર્વ માણસો પ્રત્યે માયાળુ” થવું.—૨ તીમોથી ૨:૨૪.
“બધાંઓનું, . . . સારૂં કરીએ.”
જગતની ગાઢ મૈત્રી કરવાના ખતરાને ઓળખવા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને એવાઓ સાથે જેઓ દૈવી ધોરણો માટે અનાદર બતાવે છે. (સરખાવો ૧ કોરીંથી ૧૫:૩૩.) તોપણ, બાઇબલ ‘બધાંઓનું, સારૂં કરવાની’ સલાહ આપે છે ત્યારે, શબ્દ “બધાઓનું” ખ્રિસ્તી માન્યતાઓ ન ધરાવતા હોય તેવાઓને પણ સમાવે છે. (ગલાતી ૬:૧૦) દેખીતી રીતે, અમુક સંજોગો હેઠળ પ્રથમ-સદીના ખ્રિસ્તીઓએ અવિશ્વાસીઓ સાથે ભોજન લીધું. (૧ કોરીંથી ૧૦:૨૭) તેથી, આજે ખ્રિસ્તીઓ અવિશ્વાસીઓ સાથે સમતોલ રીતે વર્તે છે, તેઓને પોતાના સાથી માનવ તરીકે જુએ છે.—માત્થી ૨૨:૩૯.
એવું ધારી લેવું ખોટું છે કે વ્યક્તિ વિવેકહીન કે અનૈતિક છે ફક્ત એટલા માટે કે તે બાઇબલ સત્ય સાથે પરિચિત નથી. સંજોગો અને લોકો જુદા છે. તેથી, દરેક ખ્રિસ્તીએ નક્કી કરવું જ જોઈએ કે કેટલી હદે તે અવિશ્વાસી સાથે સંબંધ રાખશે. છતાં પણ, ખ્રિસ્તી પોતાને ઍન્કોરીઓની જેમ શારીરિક રીતે જુદા પાડે કે ફરોશીઓની જેમ ચઢિયાતા ગણે એ બિનજરૂરી અને બિનશાસ્ત્રીય છે.