-
‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએચોકીબુરજ—૨૦૧૦ | ઑક્ટોબર ૧
-
-
પોતાને વધારે ન્યાયી ગણવાનું જોખમ
૫. આપણે કેવા જોખમથી દૂર રહેવું જોઈએ?
૫ રોમમાં રહેતા ખ્રિસ્તીઓને પ્રેરિત પાઊલે પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું કે યહોવાહનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવવા કેવા જોખમથી દૂર રહેવું જોઈએ. એ વિષે પાઊલે યહુદીઓની વાત કરતા આમ લખ્યું: ‘હું તેઓ વિષે સાક્ષી પૂરૂં છું, કે ઈશ્વર ઉપર તેઓની શ્રદ્ધા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે. કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયીપણાને સ્થાપન કરવાનો પ્રયત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.’ (રૂમી ૧૦:૨, ૩) પાઊલના કહેવા પ્રમાણે એ યહુદીઓ ઈશ્વરના ન્યાયીપણાનો અર્થ સમજ્યા ન હતા. કેમ કે તેઓ પોતાનું ન્યાયીપણું જ સાચું છે, એ સાબિત કરવા માગતા હતા.a
-
-
‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએચોકીબુરજ—૨૦૧૦ | ઑક્ટોબર ૧
-
-
a એક વિદ્વાનના કહેવા પ્રમાણે “સ્થાપન કરવાને” માટે વપરાયેલા મૂળ ભાષાના શબ્દનો અર્થ આમ પણ થઈ શકે, ‘સ્મારક ઊભું કરવું.’ હકીકતમાં, એ યહુદીઓ ઈશ્વરની સ્તુતિ માટે નહિ, પણ પોતાને માટે જાણે કે સ્મારક ઊભું કરતા હતા.
-