વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૩ પાન ૮-૯
  • બીજાઓના સારા ગુણો પારખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીજાઓના સારા ગુણો પારખો
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુસીબતનું મૂળ
  • પવિત્ર શાસ્ત્રની સલાહ
  • આપણે શું કરી શકીએ?
  • ભેદભાવની આગ બૂઝાશે
    સજાગ બનો!—૨૦૦૪
  • ભેદભાવ—શું તમને એ બીમારી છે?
    સજાગ બનો!—૨૦૨૦
  • કેમ આટલો ભેદભાવ અને નફરત?
    સજાગ બનો!—૨૦૧૦
  • નફરતનું મૂળ શું છે?
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૩ પાન ૮-૯
ફોટો કોલાજ: ૧. એક યુગલ ઉતાવળે રસ્તો ઓળંગી રહ્યું છે અને એક અંધ બહેન વચ્ચે આવી જાય છે. ૨. પછી એ જ યુગલ સંગીતના એક પ્રોગ્રામમાં એ જ અંધ બહેનને સેલો વગાડતા જોઈને તેમના વખાણ કરે છે.

બીજાઓના સારા ગુણો પારખો

મુસીબતનું મૂળ

અભિમાની વ્યક્તિ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતી ગણે છે. સાવધ ન રહીએ તો આપણે પણ એવા ફાંદામાં ફસાઈ જઈશું. એક પુસ્તકમાં લખ્યું છે: ‘મોટા ભાગના સમાજના લોકો માને છે કે તેઓનાં રીતભાત, ખાણીપીણી, સંસ્કાર, માન્યતાઓ, પહેરવેશ, આદતો અને નિયમો બીજા સમાજ કરતાં ચઢિયાતા છે.’ આપણે એવા ફાંદામાં ન ફસાઈએ માટે શું કરી શકીએ?

પવિત્ર શાસ્ત્રની સલાહ

“નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો.”—ફિલિપીઓ ૨:૩.

આપણે શું શીખી શકીએ? આપણે નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. એનાથી સ્વીકારવા મદદ મળશે કે આપણા કરતાં બીજાઓ કોઈને કોઈ રીતે ચઢિયાતા છે. આજે એવો કોઈ પણ સમાજ નથી જેના લોકોમાં ફક્ત સારા ગુણો હોય અને સારી આવડતો હોય.

સ્તેફન નામના એક વ્યક્તિનો વિચાર કરો. તે સામ્યવાદી દેશમાં મોટો થયો હતો. સામ્યવાદી દેશોના ન હોય એવા લોકોને તે નફરત કરતો હતો. પછી તે પોતાના દિલમાંથી ભેદભાવની લાગણી દૂર કરી શક્યો. તે કહે છે: ‘હું માનું છું કે જો આપણે બીજાઓને ચઢિયાતા ગણીશું તો ભેદભાવ નહિ રાખીએ. મને કંઈ બધું જ નથી આવડતું. હું દરેક પાસેથી કંઈને કંઈ શીખું છું.’

આપણે શું કરી શકીએ?

યાદ રાખો, આપણા બધામાં કોઈને કોઈ ખામી હોય છે. બની શકે કે જે કામ કરવું આપણા માટે અઘરું હોય એ બીજાઓ માટે સહેલું હોય. આપણે એવું ધારી ન લેવું જોઈએ કે કોઈ સમાજના લોકોમાં એકસરખી ખામીઓ હોય છે.

કોઈ પણ સમાજની વ્યક્તિ વિશે ખોટી ધારણા બાંધતા પહેલાં આનો વિચાર કરો:

બની શકે કે જે કામ કરવું આપણને અઘરું લાગતું હોય એ બીજાઓ સહેલાઈથી કરી શકતા હોય

  • ‘શું એ વ્યક્તિ સાચે જ ખરાબ છે કે પછી મારાથી થોડી અલગ છે?‘

  • ‘શું તેને પણ મારી અમુક આદતો ખરાબ લાગતી હશે?’

  • ‘એવાં કયાં કામો છે જે મારા કરતાં તે વધારે સારી રીતે કરી શકે છે?’

જો તમે એના પર વિચાર કરશો તો જોઈ શકશો કે બીજાઓમાં ઘણી સારી બાબતો હોય છે. પછી તમારા મનમાં તેઓ પ્રત્યે ભેદભાવ નહિ રહે.

મારો અનુભવ નેલસન (યુનાઈટેડ સ્ટેટ્‌સ)

“હું એવા સમાજમાં મોટો થયો જ્યાં એક જ જાતિના લોકો રહેતા હતા. ઓગણીસ વર્ષની ઉંમરે હું એક મોટા શહેરમાં રહેવા ગયો અને એક ફેક્ટરીમાં કામ કરવા લાગ્યો. હું જ્યાં રહેતો અને કામ કરતો ત્યાંના લોકો અલગ અલગ જાતિના હતા.

“મારી સાથે કામ કરનારા લોકો સાથે મેં દોસ્તી કરી. હું જોઈ શક્યો કે વ્યક્તિ કોઈ પણ રંગ, ભાષા કે દેશની હોઈ શકે. પણ એના પરથી નક્કી ન કરી શકાય કે વ્યક્તિ મહેનતુ અને ભરોસાને લાયક છે કે નહિ.

“પછી મેં એક એવી છોકરી સાથે લગ્‍ન કર્યું જે મારા દેશ કે જાતિની ન હતી. પાછલાં વર્ષોમાં અમે અલગ અલગ ભોજન અને સંગીતની મજા માણી. જોકે બધામાં કંઈક ને કંઈક ખામી તો રહેવાની. પણ હું બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપું છું અને તેઓ જેવા ગુણો કેળવવાનો પ્રયત્ન કરું છું. આમ, વિચાર બદલવાથી મારું જીવન બદલાઈ ગયું!”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો