જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
ડિસેમ્બર ૨-૮
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૭-૯
“ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે”
it-૧-E ૯૯૭ ¶૧
મોટું ટોળું
‘મોટા ટોળામાં’ એવા લોકો હશે, જેઓનો બચાવ થશે અને જેઓ પૃથ્વી પર રહેશે. એટલે સવાલ થાય કે એ ટોળું કઈ રીતે ઈશ્વરના “રાજ્યાસન અને ઘેટા સામે ઊભું” રહી શકે? (પ્રક ૭:૯) બાઇબલમાં અમુક વાર ‘ઊભા રહેવું’ શબ્દો વાપરવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ અથવા ટોળું કોઈ અધિકારી સામે પદવી માટે લાયક ઠરે કે પસંદ કરવામાં આવે, ત્યારે આ શબ્દો વાપરવામાં આવે છે. (ગી ૧:૫; ૫:૫; નીતિ ૨૨:૨૯; લુક ૧:૧૯) પ્રકટીકરણના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે: ‘પૃથ્વીના રાજાઓ, મોટા અધિકારીઓ, સેનાપતિઓ, ધનવાનો, સત્તાધીશો, દરેક ગુલામ અને દરેક આઝાદ વ્યક્તિ રાજ્યાસન પર જે બેઠા છે તેમની નજરથી અને ઘેટાના ક્રોધથી બચવા’ સંતાવાનો પ્રયત્ન કરે છે. “કેમ કે તેઓના ક્રોધનો મહાન દિવસ આવ્યો છે અને એનાથી કોણ બચી શકે?” (પ્રક ૬:૧૫-૧૭; લુક ૨૧:૩૬ સરખાવો.) આમ દેખાય આવે છે કે “મોટું ટોળું” એવા લોકોનું બનેલું હશે, જેઓને ઈશ્વર અને ઘેટાના ક્રોધના દિવસે બચાવવામાં આવશે. તેઓ ઈશ્વર અને ઘેટાની સામે ‘ઊભા’ હશે એટલે કે, તેઓ પર એ બંનેની કૃપા હશે.
it-૨-E ૧૧૨૭ ¶૪
મહાન વિપત્તિ
યરૂશાલેમના વિનાશના આશરે ત્રીસ વર્ષ પછી, પ્રેરિત યોહાનને દરેક દેશ, કુળ અને પ્રજાના લોકો વિશે જણાવવામાં આવ્યું કે “તેઓ મહાન વિપત્તિમાંથી નીકળી આવેલા લોકો છે.” (પ્રક ૭:૧૩, ૧૪) મોટા ટોળાનું ‘મહાન વિપત્તિમાંથી નીકળી આવવું’ સાફ બતાવે છે કે તેઓનો બચાવ થયો છે. પ્રેરિતોનાં કાર્યો ૭:૯, ૧૦ની કલમમાં પણ એવા જ શબ્દો જોવા મળે છે. ત્યાં લખ્યું છે: ‘ઈશ્વર યુસફની સાથે હતા; ઈશ્વરે બધી મુશ્કેલીઓમાંથી તેમને છોડાવ્યા.’ યુસફને મુશ્કેલીઓમાંથી છોડાવવામાં આવ્યા એનો શો અર્થ થાય? તેમને એ મુશ્કેલીઓ સહેવા મદદ કરવામાં આવી. એટલું જ નહિ, તેમને એ મુશ્કેલીમાંથી બચાવવામાં પણ આવ્યા.
it-૧-E ૯૯૬-૯૯૭
મોટું ટોળું
તેઓની ઓળખ. ‘મોટા ટોળાની’ ઓળખ વિશે આપણને પ્રકટીકરણના સાતમા અધ્યાયમાં અને એના જેવી બીજી કલમોમાં જોવા મળે છે. પ્રકટીકરણ ૭:૧૫-૧૭માં (ફૂટનોટ) બતાવ્યું છે કે, ઈશ્વર “તેઓ પર પોતાનો તંબુ ફેલાવશે.” ઈશ્વર “જીવનનાં પાણીનાં ઝરણાઓ સુધી તેઓને દોરી જશે.” તે “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.” પ્રકટીકરણ ૨૧:૨-૪માં પણ એવાં જ વાક્યો જોવા મળે છે: “ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે”; “તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે” અને “મરણ હશે જ નહિ.” આ દર્શન સ્વર્ગમાંથી ‘ઊતરતા નવા યરૂશાલેમ’ વિશે નહિ, પણ પૃથ્વી પરની માણસજાત વિશે છે.
કીમતી રત્નો શોધીએ
re ૧૧૫ ¶૪
દેવનું ઈસ્રાએલ મુદ્રિત કરવું
૪ નિઃશંક, એ ચાર દૂતો દૂતોના ચાર વૃંદો દર્શાવે છે, જેઓને નિયુક્ત સમય સુધી ન્યાયચુકાદાનો અમલ પાછો રાખવા યહોવાહ ઉપયોગમાં લે છે. એ દૂતો દૈવી ક્રોધના વાયુ એક જ સમયે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, અને પશ્ચિમથી છૂટા કરશે ત્યારે ભયંકર વિનાશ આવશે. યહોવાહે પ્રાચીન એલામીઓને વિખેરવા ચાર વાયુનો ઉપયોગ કરી, તેઓને વિખેરી નાખ્યા અને નાશ કર્યો તેને મળતું આવશે, પરંતુ પ્રચંડ પાયા પર હશે. (યિર્મેયાહ ૪૯:૩૬-૩૮) એ પ્રચંડ વાવાઝોડું હશે, જે જેના દ્વારા યહોવાહે આમ્મોન પ્રજાનો નાશ કર્યો એ કરતાં ઘણું જ વધારે વિનાશક હશે. (આમોસ ૧:૧૩-૧૫) યહોવાહ આવનાર સર્વ અનંતકાળ માટે પોતાની સર્વોપરિતા દોષમુક્ત કરે છે ત્યારે, યહોવાહના કોપના દિવસે શેતાનના સંગઠનનો કોઈ પણ ભાગ ઊભો રહી શકશે નહિ.—ગીતશાસ્ત્ર ૮૩:૧૫, ૧૮; યશાયાહ ૨૯:૫, ૬.
it-૧-E ૧૨
અબદ્દોન
અનંત ઊંડાણનો દૂત અબદ્દોન કોણ છે?
પ્રકટીકરણ ૯:૧૧માં ‘અનંત ઊંડાણના દૂતને’ “અબદ્દોન” નામ આપવામાં આવ્યું છે. એનું ગ્રીક નામ અપોલ્યોન છે, જેનો અર્થ થાય “નાશ કરનાર.” ૧૯મી સદીમાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, જેથી સાબિત થાય કે એ કલમ સમ્રાટ વેસ્પાસિયન, મુહમ્મદ અને પછી નેપોલિયનને લાગુ પડે છે. ત્યારે એમ માનવામાં આવતું કે એ દૂત “શેતાનના પક્ષનો” છે. પણ પ્રકટીકરણ ૨૦:૧-૩માં જણાવ્યું છે કે દૂત પાસે “અનંત ઊંડાણની ચાવી છે.” તેને ઈશ્વરે સ્વર્ગમાંથી મોકલ્યો છે. કલમો બતાવે છે કે એ દૂત શેતાનને બાંધીને અનંત ઊંડાણમાં ફેંકી દે છે. આમ, તે “શેતાનના પક્ષનો” ન હોઈ શકે. ધી ઇન્ટરપ્રિટર્સ બાઇબલ નામના પુસ્તકમાં પ્રકટીકરણ ૯:૧૧ વિશે જણાવવામાં આવ્યું છે: ‘અબદ્દોન શેતાનનો નહિ પણ ઈશ્વરનો દૂત છે, જે ઈશ્વરના કહ્યા પ્રમાણે નાશ કરવાનું કામ કરે છે.’
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં જોવા મળે છે તેમ, ‘આવેદોન’ (avad·dohn) શબ્દનો અર્થ પણ શેઓલ અને મરણ જેવો થાય છે. પ્રકટીકરણ ૧:૧૮માં ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે, “હું હંમેશાં, સદાને માટે જીવું છું અને મારી પાસે મરણ અને કબરની ચાવીઓ છે.” અનંત ઊંડાણ પર તેમને જે અધિકાર આપવામાં આવ્યો છે એના વિશે લુક ૮:૩૧માં બતાવવામાં આવ્યું છે. એ કલમ બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત પાસે નાશ કરવાની શક્તિ છે. અરે, શેતાનનો નાશ કરવાની પણ શક્તિ છે. હિબ્રૂઓ ૨:૧૪માં પણ જણાવ્યું છે, “ઈસુ પણ લોહી અને માંસના બન્યા, જેથી તે પોતાના મરણ દ્વારા મરણ પર સત્તા ધરાવનાર શેતાનનો નાશ કરી શકે.” પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬માં જણાવવામાં આવ્યું છે કે ઈશ્વરે તેમને નાશ કરવા કે કતલ કરવા માટે નીમ્યા છે.
બાઇબલ વાંચન
ડિસેમ્બર ૯-૧૫
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૦-૧૨
“‘બે સાક્ષીઓને’ મારી નંખાયા અને જીવતા કરાયા”
વાચકો તરફથી પ્રશ્નો
પ્રકટીકરણ અધ્યાય ૧૧માં જણાવેલ બે શાહેદો કોણ છે?
પ્રકટીકરણ ૧૧:૩ જણાવે છે: “બે શાહેદો તાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે.” એ અહેવાલ આગળ બતાવે છે કે એક જંગલી જાનવર, એ બે શાહેદો એટલે કે સાક્ષીઓને “જીતશે અને તેઓને મારી નાખશે.” પણ “સાડાત્રણ દિવસ પછી,” એ બે શાહેદોને જીવતા કરવામાં આવશે અને જોનારાઓને ઘણી નવાઈ લાગશે.—પ્રકટી. ૧૧:૭, ૧૧.
એ બે શાહેદો કોણ છે? તેઓને ઓળખવા, ચાલો એ અહેવાલની વિગતો તપાસીએ. એ અહેવાલમાં તેઓને ‘જૈતુનનાં બે ઝાડ અને બે દીવી’ કહેવામાં આવ્યા છે. (પ્રકટી. ૧૧:૪) ઝખાર્યાની ભવિષ્યવાણીમાં પણ દીવી અને જૈતુનના બે ઝાડનો ઉલ્લેખ થયો છે. જૈતુનનાં વૃક્ષો ‘બે અભિષિક્તોને’ એટલે કે સૂબેદાર ઝરૂબ્બાબેલ અને પ્રમુખ યાજક યહોશુઆને રજૂ કરે છે. તેઓ “આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા” છે. (ઝખા. ૪:૧-૩, ૧૪) ઉપરાંત, એમ પણ જણાવ્યું છે કે એ બે શાહેદો, મુસા અને એલીયાની જેમ મોટાં કાર્યો કરે છે.—પ્રકટીકરણ ૧૧:૫, ૬ની કલમોને ગણના ૧૬:૧-૭, ૨૮-૩૫ અને ૧ રાજાઓ ૧૭:૧; ૧૮:૪૧-૪૫ની કલમો સાથે સરખાવો.
એ કલમોના અહેવાલોમાં એક વાત સરખી છે. દરેક અહેવાલમાં ઈશ્વરના એ અભિષિક્તોની વાત થઈ છે, જેઓએ સંકટ અને પરીક્ષણના સમયોમાં આગેવાની લીધી છે. આમ, પ્રકટીકરણ ૧૧મા અધ્યાયમાં જણાવેલ “શાહેદો” પણ એવા અભિષિક્ત ભાઈઓને રજૂ કરે છે, જેઓએ ૧૯૧૪ના કપરા સમયમાં આગેવાની લીધી. એ વર્ષે સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યની સ્થાપના થઈ અને આગેવાની લેનાર અભિષિક્ત ભાઈઓએ જાણે “તાટ પહેરીને” સાડાત્રણ વર્ષો સાક્ષીકાર્ય કર્યું.
સાડાત્રણ વર્ષના સાક્ષીકાર્યના અંતે એ અભિષિક્ત ભાઈઓને થોડાક સમય માટે કેદ કરવામાં આવ્યા. એ થોડાક સમયને સાડાત્રણ દિવસો જેવો ટૂંકો સમયગાળો કહી શકાય. આમ, બે શાહેદો જાણે એ થોડાક સમય માટે મારી નાંખવામાં આવ્યા. દુશ્મનોની નજરે, ઈશ્વરના લોકોનો અને તેઓનાં કામનો અંત આવ્યો. તેથી, દુશ્મનોએ આનંદ માણ્યો અને ઉજવણી કરી.—પ્રકટી. ૧૧:૮-૧૦.
પરંતુ, ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું તેમ સાડાત્રણ દિવસો પછી એ બે શાહેદોને જીવતા કરવામાં આવ્યા. એ બનાવને સરખાવીએ તો, અભિષિક્ત ભાઈઓ પણ કેદમાંથી છૂટ્યા ત્યારે જાણે જીવતા થયા. ઉપરાંત, એ અને બીજા વફાદાર અભિષિક્ત ભાઈઓને ઈશ્વરે ઈસુ દ્વારા એક ખાસ સોંપણી આપી. વર્ષ ૧૯૧૯માં જે “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર” ભાઈઓની નિમણૂક થઈ તેઓમાં આ ભાઈઓ પણ સામેલ હતા. એ “ચાકર”ને અંતના સમયમાં ઈશ્વરના લોકોને સત્યનું જ્ઞાન પૂરું પાડવાની સોંપણી મળી.—માથ. ૨૪:૪૫-૪૭; પ્રકટી. ૧૧:૧૧, ૧૨.
નોંધવા જેવું છે કે, શાહેદોને લગતા બનાવો અને પ્રકટીકરણ ૧૧:૧, ૨ના બનાવો એક સમયગાળામાં બને છે. પ્રકટીકરણ ૧૧:૧, ૨ના જણાવ્યા પ્રમાણે મંદિરનું માપ કાઢવામાં આવે છે, એટલે કે સેવકો ભક્તિમાં કેવું કરી રહ્યા છે એની ચકાસણી કરવામાં આવે છે. માલાખી અધ્યાય ૩માં પણ મંદિરની ચકાસણીનો અને એને શુદ્ધ કરવાના બનાવનો ઉલ્લેખ થયો છે. (માલા. ૩:૧-૪) ચકાસણી અને શુદ્ધ કરવાનું કામ કેટલા સમય સુધી ચાલ્યું? ૧૯૧૪થી લઈને ૧૯૧૯ની શરૂઆતના સમય સુધી ચાલ્યું. એ સમયગાળામાં ૧,૨૬૦ દિવસોનો (૪૨ મહિના) અને પ્રકટીકરણના ૧૧મા અધ્યાયમાં જણાવેલ સાડાત્રણ દિવસોનો પણ સમાવેશ થાય છે.
યહોવાએ એ બધી ગોઠવણો કરી, જેથી પોતાના ખાસ લોકોને શુદ્ધ કરીને સારાં કામ કરવાને માટે તૈયાર કરે. એ કેટલી ખુશીની વાત છે! (તીત. ૨:૧૪) આપણે એ અભિષિક્ત ભાઈઓની વફાદારીની કદર કરીએ છીએ. તેઓએ સંકટ અને પરીક્ષણોના સમયોમાં પણ આગેવાની લીધી અને “બે શાહેદો” તરીકે સેવા આપી.
કીમતી રત્નો શોધીએ
it-૨-E ૮૮૦-૮૮૧
વીંટો
એ શાને રજૂ કરે છે? બાઇબલમાં “વીંટો” શબ્દ ઘણી વાર કોઈ બાબતને રજૂ કરવા વપરાયો છે. હઝકીએલ અને ઝખાર્યા બંને જણે વીંટો જોયો હતો, જેમાં બંને બાજુ લખાણ હતું. સામાન્ય રીતે વીંટાની એક જ બાજુએ લખાણ લખવામાં આવતું. એટલે વીંટાની બંને બાજુનું લખાણ દર્શાવતું કે, એમાં આપેલો ચુકાદો મહત્ત્વનો અને ખાસ છે. (હઝ ૨:૯–૩:૩; ઝખા ૫:૧-૪) પ્રકટીકરણના એક દર્શનમાં રાજ્યાસન પર બેઠેલા એક વ્યક્તિના જમણા હાથમાં વીંટો છે. એના પર સાત મહોર મારેલી છે. એ શું બતાવે છે? વીંટાને ઈશ્વરનું ઘેટું ખોલે નહિ ત્યાં સુધી એ સંદેશો કોઈએ વાંચવો નહિ. (પ્રક ૫:૧, ૧૨; ૬:૧, ૧૨-૧૪) એ દર્શનમાં પછીથી યોહાનને એક વીંટો આપવામાં આવે છે અને એ ખાઈ જવાની તેમને આજ્ઞા કરવામાં આવે છે. યોહાનને એ વીંટો સ્વાદમાં મીઠો લાગે છે પણ પેટમાં જતા એ કડવો થઈ જાય છે. આ વીંટો ખુલ્લો હતો, એના પર કોઈ મહોર ન હતી, એ બતાવતું કે એમાં આપેલો સંદેશો સમજવા માટે હતો. એ સંદેશો મેળવવો યોહાનને જાણે ‘મીઠો’ લાગ્યો. પણ બીજાઓને એ ભવિષ્યવાણીનો સંદેશો જણાવવો તેમને જાણે કડવો લાગ્યો. (પ્રક ૧૦:૧-૧૧) હઝકીએલને પણ એવો જ અનુભવ થયો હતો. તેમને આપવામાં આવેલા વીંટામાં એવો જ સંદેશ હતો, જેમાં ‘વિલાપ, શોક અને આફત હતાં.’—હઝ ૨:૧૦.
it-૨-E ૧૮૭ ¶૭-૯
પ્રસવપીડા
પ્રકટીકરણના પુસ્તકમાં, યોહાને એક દર્શન જોયું જેમાં તેમણે સ્વર્ગમાં એક સ્ત્રીને જોઈ. તે “વેદનાને લીધે ચીસો પાડતી હતી, ને બાળકને જન્મ આપવાની ઘડી આવી હોવાથી પીડા ભોગવતી હતી.” તેણે છોકરાને, “નર બાળકને જન્મ આપ્યો, જે બધી પ્રજાઓ પર લોઢાના દંડથી રાજ કરશે.” અજગર એ બાળકને ગળી જવાનો લાગ શોધતો હતો, પણ “તે સ્ત્રીના બાળકને તરત જ ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યું.” (પ્રક ૧૨:૧, ૨, ૪-૬) એ બતાવતું કે એ બાળકનો ઈશ્વરે પોતાના દીકરા તરીકે સ્વીકાર કર્યો છે. પ્રાચીન સમયમાં રિવાજ હતો કે નવા જન્મેલા બાળકને તેના પિતા પાસે લઈ જવામાં આવતું. પછી પિતા તેનો સ્વીકાર કરતા. આના પરથી કહી શકાય કે, એ “સ્ત્રી” જાણે ઈશ્વરની “પત્ની” છે, જે “સ્વર્ગનું યરૂશાલેમ” છે. તે ઈસુ ખ્રિસ્ત અને અભિષિક્તોની “માતા” છે.—ગલા ૪:૨૬; હિબ્રૂ ૨:૧૧, ૧૨, ૧૭.
સ્વર્ગની એ “સ્ત્રી” કોઈ ખામી વગરની હોવાથી, તેને કદી પ્રસવપીડા થાય નહિ. તેથી કલમમાં જણાવેલ પ્રસવ પીડાનો ખાસ અર્થ રહેલો છે. એ બતાવે છે કે બહુ જલદી બાળકનો જન્મ થવાનો છે; તે સ્ત્રી બાળકની આશા રાખે છે.—પ્રક ૧૨:૨.
એ છોકરો એટલે કે “નર બાળક” કોણ છે? તે “બધી પ્રજાઓ પર લોઢાના દંડથી રાજ” કરશે. ગીતશાસ્ત્ર ૨:૬-૯માં એવી જ ભવિષ્યવાણી ઈશ્વરના મસીહ રાજા વિશે કરવામાં આવી હતી. ઈસુએ પૃથ્વી પર આવીને પોતાનો જીવ આપી દીધો અને તે સજીવન થયા, એના ઘણા સમય પછી યોહાનને એ દર્શન થયું હતું. એટલે આ દર્શન મસીહના રાજ્યને દર્શાવે છે, જેની સત્તા ઈસુ ખ્રિસ્તના હાથમાં છે. તેમને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા અને ‘ઈશ્વરના જમણા હાથ તરફ બેઠા છે. ત્યારથી તે પોતાના શત્રુઓને પગ નીચે લાવે એ સમયની રાહ જુએ છે.’—હિબ્રૂ ૧૦:૧૨, ૧૩; ગી ૧૧૦:૧; પ્રક ૧૨:૧૦.
બાઇબલ વાંચન
ડિસેમ્બર ૧૬-૨૨
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૩-૧૬
“ભયાનક જાનવરોથી ડરશો નહિ”
યહોવા “રહસ્યો ખોલનાર” છે
૬ સજીવન થયેલા ઈસુએ ઈસવીસન ૯૬ની આસપાસ નવાઈ પમાડતાં ઘણાં દર્શનો પ્રેરિત યોહાનને આપ્યાં હતાં. (પ્રકટી. ૧:૧) એમાંનાં એક દર્શનમાં યોહાને અજગરને જોયો, જે શેતાનને રજૂ કરતો હતો. એ અજગર વિશાળ સમુદ્રને કિનારે ઊભો હતો. (પ્રકટીકરણ ૧૩:૧, ૨ વાંચો.) યોહાને એ પણ જોયું કે એક અજાયબ શ્વાપદ, એટલે કે જંગલી જાનવર એ સમુદ્રમાંથી નીકળે છે અને શેતાન પાસેથી મોટો અધિકાર મેળવે છે. પછી એક સ્વર્ગદૂત યોહાનને એક કિરમજી કે ઘેરા લાલ રંગના જાનવર વિષે જણાવે છે, જે પ્રકટીકરણ ૧૩:૧માં જણાવેલા જાનવરની મૂર્તિને રજૂ કરે છે. એ જાનવરનાં સાત માથાં, ‘સાત રાજાઓ’ કે સરકારો છે. (પ્રકટી. ૧૩:૧૪, ૧૫; ૧૭:૩, ૯, ૧૦) યોહાને લખ્યું એ સમયે, એમાંના પાંચ રાજાઓનું પતન થઈ ચૂક્યું હતું, એક સત્તા પર હતો અને બીજો એક “હજુ સુધી આવ્યો” ન હતો. એ સરકારો કે જગત સત્તાઓ કોણ છે? ચાલો આપણે પ્રકટીકરણમાં જણાવેલાં જાનવરનાં દરેક માથાં વિષે વિચાર કરીએ. આપણે એ પણ જોઈશું કે દાનીયેલનાં લખાણો કઈ રીતે આમાંની ઘણી સત્તાઓ વિષે વિગતવાર સમજણ પૂરી પાડે છે. અમુક સત્તાઓ હજી અસ્તિત્વમાં પણ ન હતી, એની સદીઓ પહેલાં એ વિષે જણાવવામાં આવ્યું હતું.
re ૧૯૩-૧૯૪ ¶૨૬
બે વિકરાળ શ્વાપદો સાથે લડવું
૨૬ એ કોણ હોય શકે? એંગ્લો-અમેરિકન જગત સત્તા—જે પ્રથમ જંગલી શ્વાપદનું સાતમું માથું પણ છે પરંતુ વિશેષ ભૂમિકામાં! સંદર્શનમાં એને અલગ પાડવાથી આપણને સ્પષ્ટપણે જોવામાં મદદ મળે છે કે એ જગતના તખતા પર કઈ રીતે સ્વતંત્રપણે કાર્ય કરે છે. એ બે શિંગડાવાળું રૂપકાત્મક જંગલી શ્વાપદ, સાથે અસ્તિત્વ ધરાવતી, સ્વતંત્ર, પરંતુ સહકાર આપતી બે રાજકીય સત્તાઓનું બનેલું છે. એનાં “હલવાનનાં શિંગડાં જેવાં” બે શિંગડાં સૂચવે છે કે એ પોતાને નમ્ર અને નિર્દોષ દર્શાવવા ચાહે છે, એક જ્ઞાનપ્રકાશિત પ્રકારની સરકાર, જેનો આખા જગતે અંગીકાર કરવો જોઈએ. પરંતુ એ “અજગરની પેઠે” બોલે છે એટલે કે, જ્યાં કહીં એના પ્રકારનું શાસન સ્વીકારવામાં ન આવે ત્યાં, એ દબાણ અને ધમકી, અરે સીધેસીધી હિંસાનો પણ ઉપયોગ કરે છે. એણે દેવના હલવાનના શાસન હેઠળના દેવના રાજ્યને બદલે, મહાન અજગર શેતાનના હિતોને આધીનતાને ઉત્તેજન આપ્યું છે. એણે રાષ્ટ્રવાદી ભાગલાઓને અને ધિક્કારને પ્રોત્સાહન આપ્યું છે જે પ્રથમ જંગલી શ્વાપદની ઉપાસના બને છે.
re ૧૯૪-૧૯૫ ¶૩૦-૩૧
બે વિકરાળ શ્વાપદો સાથે લડવું
૩૦ ઇતિહાસના બનાવો એ પ્રતિમાને એવા સંગઠન તરીકે ઓળખાવે છે જેને બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા હેતુ ઘડવામાં, પ્રોત્સાહિત કરવામાં, અને ટેકો આપવામાં આવે છે અને શરૂઆતમાં લીગ ઓફ નેશન્સ તરીકે જાણીતું હતું. પછીથી, પ્રકટીકરણ અધ્યાય ૧૭માં, એ બીજા સંકેત તરીકે દેખા દેશે, એટલે કે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું, જીવંત, શ્વાસોચ્છવાસ લેતું કિરમજી રંગનું જંગલી શ્વાપદ. એ આંતરરાષ્ટ્રીય જૂથ “બોલે” છે, એટલે કે એકમાત્ર એ જ માણસજાત માટે શાંતિ અને સલામતી લાવી શકે છે એવો બડાઈ મારતો દાવો કરે છે. પરંતુ હકીકતમાં એ સભ્ય રાષ્ટ્રો માટે, શાબ્દિક બળાપા અને અપમાનોની આપલે કરવા માટે, ચૌટું બન્યું છે. એણે એના અધિકાર સામે ન ઝૂકનાર કોઈ પણ રાષ્ટ્ર કે લોકને સામાજિક બહિષ્કારની, અથવા જીવતાજીવ મરણની, ધમકી આપી છે. એણે એની વિચારસરણીને આધીન થવામાં નિષ્ફળ જનાર રાષ્ટ્રોને કાઢી મૂકવાની ધમકી પણ આપી છે. મહાન વિપત્તિની શરૂઆતમાં, જંગલી શ્વાપદની એ પ્રતિમાના લશ્કરીય “શિંગડાં” વિનાશક ભૂમિકા ભજવશે.—પ્રકટીકરણ ૭:૧૪; ૧૭:૮, ૧૬.
૩૧ વિશ્વયુદ્ધ ૨થી માંડીને, જંગલી શ્વાપદની પ્રતિમાએ—હવે યુનાઈટેડ નેશન્સના સંગઠન તરીકે પ્રદર્શિત થયું છે—શાબ્દિક રીતે કતલ કરી છે. દાખલા તરીકે, ૧૯૫૦માં યુએન દળોએ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનું ક્ષેત્ર લીધું. દક્ષિણ કોરીયનોસહિત, યુએન દળોએ, અંદાજે ૧૪,૨૦,૦૦૦ ઉત્તર કોરીયનો અને ચીનાઓને મારી નાખ્યા. તેવી જ રીતે, ૧૯૬૦થી ૧૯૬૪ સુધી, યુનાઈટેડ નેશન્સના લશ્કરો કોન્ગો (હવે ઝાઈર)માં સક્રિય હતા. તદુપરાંત, પોપ પોલ ૬ અને જોન પોલ ૨નો સમાવેશ કરતા જગતના આગેવાનોએ બહાલી આપી છે કે એ પ્રતિમા શાંતિ માટેની માણસની છેલ્લી અને સૌથી સારી આશા છે. તેઓ આગ્રહ રાખે છે કે, માણસજાત એની સેવા કરવામાં નિષ્ફળ જશે તો, માનવ જાતિ પોતે નાશ પામશે. આમ એ પ્રતિમા સાથે જવા અને એની ઉપાસના કરવાની ના પાડનારા સર્વ માનવીઓને તેઓ રૂપકાત્મક રીતે મારી નંખાવે છે.—પુનર્નિયમ ૫:૮, ૯.
પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨
૧૩:૧૬, ૧૭. રોજ આપણે ઘણી લેવડ-દેવડ કરવી પડતી હોય છે. એ વખતે ઘણાં દબાણો આવે છે. પરંતુ ‘આપણા કપાળ પર કે હાથ પર જંગલી શ્વાપદની છાપ’ કોઈ પણ રીતે લઈએ નહિ. એટલે કે તેના દબાણોમાં આપણે આવી ન જઈએ. નહિ તો શેતાન આપણાં વાણી-વર્તન પર રાજ કરશે.
કીમતી રત્નો શોધીએ
પ્રકટીકરણના મુખ્ય વિચારો—૨
૧૬:૧૩-૧૬. “અશુદ્ધ આત્માઓ” શેતાને કરેલો પ્રચાર છે, જે રાજાઓ અને સરકારોને ભમાવે છે. જેથી યહોવાહના કોપના સાત પ્યાલાથી પૃથ્વીના રાજાઓ ડરે નહિ, પણ એકમતે તેમનો વિરોધ કરે.—માથ. ૨૪:૪૨, ૪૪.
“તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”!
૯ મોટી વિપત્તિનો વખત એ ‘રાજ્યની સુવાર્તા’ જણાવવાનો સમય નહિ હોય. લોકોને સંદેશો જણાવવાની તક જતી રહી હશે. “અંત”નો સમય આવી ચૂક્યો હશે! (માથ. ૨૪:૧૪) એ સમયે ઈશ્વરભક્તો ન્યાયચુકાદાનો કડક સંદેશો લોકોને ડર્યા વગર જણાવશે. એ સંદેશો શેતાનના દુષ્ટ જગતના સર્વનાશ વિશેનો હશે. એ સંદેશાને બાઇબલ કરા સાથે સરખાવે છે. બાઇબલમાં લખ્યું છે: “આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડ્યા; અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી; કેમ કે એનો આ અનર્થ અતિશય ભારે છે.”—પ્રકટી. ૧૬:૨૧.
બાઇબલ વાંચન
ડિસેમ્બર ૨૩-૨૯
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૭-૧૯
“ઈશ્વરનું યુદ્ધ બીજાં બધાં યુદ્ધોનો અંત લાવશે”
આર્માગેદનના યુદ્ધથી ઈશ્વર સુખ-શાંતિ લાવશે
જ્યાં સુધી દુષ્ટ લોકો રાજ કરશે ત્યાં સુધી નમ્ર લોકોને સુખ શાંતિ નહિ મળે. (નીતિવચનો ૨૯:૨; સભાશિક્ષક ૮:૯) જો શાંતિ લાવવી હોય તો આવા લોકોનો નાશ કરવો પડે. એટલે જ બાઇબલ જણાવે છે કે “નેકજનો પર જે વિપત્તિ લાવવાનો દુષ્ટો પ્રયત્ન કરશે, તે વિપત્તિ આખરે તેમના પર જ આવી પડશે.”—સુભાષિતસંગ્રહ [નીતિવચનો] ૨૧:૧૮, કોમન લેંગ્વેજ.
પરમેશ્વર ન્યાયાધીશ છે એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તે યોગ્ય જ ન્યાય કરશે. ઈશ્વરભક્ત ઈબ્રાહીમે પૂછ્યું હતું કે “આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” એના જવાબથી તેમને ખાતરી થઈ કે યહોવાહ હંમેશાં યોગ્ય જ ન્યાય કરે છે. (ઉત્પત્તિ ૧૮:૨૫) બાઇબલ આપણને સમજાવે છે કે દુષ્ટ લોકોનો નાશ કરવામાં યહોવાહને કોઈ ખુશી થતી નથી. પણ શાંતિ લાવવી હોય તો આ જ રસ્તો અપનાવવો પડે.—હઝકીએલ ૧૮:૩૨; ૨ પીતર ૩:૯.
it-૧-E ૧૧૪૬ ¶૧
ઘોડો
પ્રેરિત યોહાનને થયેલા દર્શનમાં તેમણે જોયું કે ઈસુ ખ્રિસ્ત એક સફેદ ઘોડા પર સવાર છે. તેમની સાથે એક સૈન્ય છે. એ પણ સફેદ ઘોડાઓ પર સવાર છે. એ દર્શનથી યોહાનને શું કહેવામાં આવ્યું? એ જ કે, યહોવા ઈશ્વર વતી તેમના દુશ્મનો સામે ઈસુ ખ્રિસ્ત સચ્ચાઈથી ન્યાય કરશે અને યુદ્ધ લડશે. (પ્રક ૧૯:૧૧, ૧૪) અગાઉ પણ એક દર્શનમાં ઘોડા અને ઘોડેસવારો વિશે જણાવવામાં આવ્યું હતું. એ બે બાબતોને રજૂ કરતું હતું. પહેલી, ખ્રિસ્ત રાજા તરીકે પગલાં ભરે છે. બીજી, પૃથ્વી પર આવનાર જુદી જુદી વિપત્તિને એ બતાવે છે.—પ્રક ૬:૨-૮.
re ૨૮૫-૨૮૬ ¶૨૪
યોદ્ધા-રાજા આર્માગેદન ખાતે જીતે છે
૨૪ શેતાનના રાજકીય સંગઠનને દર્શાવતું, સમુદ્રમાંથી આવતું સાત માથાં અને દશ શિંગડાંવાળું જંગલી શ્વાપદ વિસ્મરણમાં ગબડી પડે છે, અને તેની સાથે જૂઠો પ્રબોધક, સાતમી જગત સત્તા, પણ જાય છે. (પ્રકટીકરણ ૧૩:૧, ૧૧-૧૩; ૧૬:૧૩) તેઓને “જીવતાં જ,” અથવા પૃથ્વી પર દેવના લોકોના એકતામય વિરોધમાં કાર્ય કરી રહ્યા હશે ત્યારે, “અગ્નિની ખાઈમાં” નાખવામાં આવે છે. શું એ શાબ્દિક અગ્નિની ખાઈ છે? ના, જંગલી શ્વાપદ અને જૂઠો પ્રબોધક શાબ્દિક પ્રાણીઓ નથી તેમ. એને બદલે, એ જ્યાંથી પાછા ન આવી શકાય એવા, પૂરેપૂરા, છેવટના વિનાશનો સંકેત છે. પછીથી, ત્યાં જ મરણ અને હાડેસ, તેમ જ ખુદ ડેવિલને નાખવામાં આવશે. (પ્રકટીકરણ ૨૦:૧૦, ૧૪) નિશ્ચે એ દુષ્ટો માટે અનંત પીડાનું નર્ક નથી, કેમ કે એવી જગ્યાનો વિચાર માત્ર યહોવાહને ધિક્કારપાત્ર છે.—યિર્મેયાહ ૧૯:૫; ૩૨:૩૫; ૧ યોહાન ૪:૮, ૧૬.
re ૨૮૬ ¶૨૫
યોદ્ધા-રાજા આર્માગેદન ખાતે જીતે છે
૨૫ બીજા સર્વ જેઓ સરકારનો સીધેસીધો ભાગ ન હતા પરંતુ છતાં માણસજાતના આ ભ્રષ્ટ જગતનો ભાગ હતા તેઓ પણ તેવી જ રીતે “ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા.” ઈસુ તેઓને મરણને લાયક જાહેર કરશે. તેઓના કિસ્સામાં અગ્નિની ખાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેથી, શું આપણે એવી અપેક્ષા રાખવાની છે કે તેઓનું પુનરુત્થાન થશે? એ સમયે યહોવાહના ન્યાયાધીશ દ્વારા નાશ પામનારાઓનું પુનરુત્થાન કરવામાં આવશે એવું આપણને કોઈ પણ જગ્યાએ કહેવામાં આવતું નથી. ઈસુએ પોતે જણાવ્યું તેમ, જેઓ “ઘેટાં” નથી તેઓ સર્વ “જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સારૂ તૈયાર કરેલો છે, તેમાં” જશે, એટલે કે, ‘અનંતકાળની કતલમાં.’ (માત્થી ૨૫:૩૩, ૪૧, ૪૬) એ “ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ”ની પરાકાષ્ઠા લાવે છે.—૨ પીતર ૩:૭; નાહૂમ ૧:૨, ૭-૯; માલાખી ૪:૧.
કીમતી રત્નો શોધીએ
re ૨૪૭-૨૪૮ ¶૫-૬
ભયાવહ રહસ્ય ઉકેલવામાં આવ્યું
૫ “શ્વાપદ . . . હતું.” હા, એણે જાન્યુઆરી ૧૦, ૧૯૨૦થી માંડીને લીગ ઓફ નેશન્સ તરીકે અસ્તિત્વ ધરાવ્યું, જેમાં એક યા બીજા સમયે ૬૩ રાષ્ટ્રોએ ભાગ લીધો. પરંતુ, પછીથી, જાપાન, જર્મની, અને ઇટાલી નીકળી ગયા, અને સોવિયેટ યુનિયનને લીગમાંથી પડતું મૂકવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૩૯માં જર્મનીના નાત્ઝી સરમુખત્યારે વિશ્વયુદ્ધ ૨ની શરૂઆત કરી. જગતમાં શાંતિ જાળવવામાં નિષ્ફળ જવાથી, લીગ ઓફ નેશન્સ લગભગ નિષ્ક્રિયતાના ઊંડાણમાં પડ્યું. એ ૧૯૪૨ સુધીમાં ભૂતકાળની બાબત બની ગયું. એ પહેલાં નહિ તેમ જ પછી બીજા કોઈ સમયે નહિ—પરંતુ એ કટોકટીમય સમયે જ—યહોવાહે સંદર્શનનું પૂરેપૂરું અર્થઘટન પોતાના લોકોને આપ્યું! નવી દુનિયા દેવશાહી સંમેલનમાં, પ્રમુખ નોર જાહેર કરી શક્યા કે, ભવિષ્યવાણીના સુમેળમાં, “શ્વાપદ . . . નથી.” પછી તેમણે પ્રશ્ન પૂછ્યો, “શું લીગ ઊંડાણમાં પડ્યું રહેશે?” પ્રકટીકરણ ૧૭:૮ ટાંકી, તેમણે જવાબ આપ્યો: “દુન્યવી રાષ્ટ્રોની સંસ્થા ફરીથી ઊભી થશે.” બરાબર એમ જ બન્યું—જેણે યહોવાહના પ્રબોધકીય શબ્દને દોષમુક્ત કર્યો!
ઊંડાણમાંથી બહાર નીકળવું
૬ કિરમજી રંગનું જંગલી શ્વાપદ ખરેખર ઊંડાણમાંથી બહાર નીકળ્યું. જૂન ૨૬, ૧૯૪૫ના રોજ સાન ફ્રાન્સીસ્કો, યુ.એસ.એ.માં ઘોંઘાટિયા આડંબર સાથે, ૫૦ રાષ્ટ્રોએ યુનાઈટેડ નેશન્સ સંગઠનનું ચાર્ટર સ્વીકાર્યું. એ જૂથ “આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું” હતું. લીગ અને યુએન વચ્ચે ઘણું સરખાપણું હતું. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા નોંધે છે: “કેટલીક રીતોએ યુએન લીગ ઓફ નેશન્સને મળતું આવે છે, જેને વિશ્વયુદ્ધ ૧ પછી સંગઠિત કરવામાં આવ્યું હતું . . . યુએનની સ્થાપના કરનાર ઘણાં દેશોએ લીગની પણ સ્થાપના કરી હતી. લીગની જેમ, યુએન રાષ્ટ્રો વચ્ચે શાંતિ જાળવવા માટે સ્થાપવામાં આવ્યું હતું. યુએનના મુખ્ય સાધનો લીગના સાધનો જેવા જ છે.” તો પછી, યુએન ખરેખર તો પુનર્જીવિત કરવામાં આવેલું કિરમજી રંગનું જંગલી શ્વાપદ છે. એના સભ્ય રાષ્ટ્રોની કંઈક ૧૭૫ની સંખ્યા લીગના ૬૩ રાષ્ટ્રોની સંખ્યા કરતા ઘણી જ વધારે છે; એણે એના પૂરોગામી કરતા વધુ બહોળી જવાબદારીઓ પણ લીધી છે.
“જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે” એનું રહસ્ય યહોવા ખોલે છે
૧૭ પરંતુ, જૂઠા ધર્મો કંઈ ધીરે ધીરે જતા નહિ રહે. જેઓ પાસે સત્તા છે તેઓના દિલમાં ઈશ્વર વિચાર મૂકશે ત્યાં સુધી, વેશ્યા શક્તિશાળી રહેશે અને દુનિયાના રાજાઓને પોતાની ઇચ્છા પ્રમાણે કરાવવાનો પ્રયત્ન કરશે. (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭ વાંચો.) સંયુક્ત રાષ્ટ્રસંઘ, જે શેતાનની દુનિયાની સત્તાઓને રજૂ કરે છે, એને યહોવા જલદી જ જૂઠા ધર્મો પર હુમલો કરવા પ્રેરશે. એ સત્તાઓ વેશ્યાની અસર મિટાવી દેશે અને તેની ધનદોલતને ખેદાનમેદાન કરી નાખશે. વીસ-ત્રીસ વર્ષો પહેલાં એવું લાગતું હતું કે આવું નહિ થાય. પણ આજે ઘેરા લાલ રંગના જંગલી જાનવરની પીઠ પર બેઠેલી વેશ્યા ડગમગી રહી છે. તોપણ, એ ધીમેથી ગબડી નહિ પડે. તે અચાનક ગબડી પડશે અને નાશ પામશે.—પ્રકટી. ૧૮:૭, ૮, ૧૫-૧૯.
બાઇબલ વાંચન
ડિસેમ્બર ૩૦–જાન્યુઆરી ૫
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૨૦-૨૨
“જુઓ! હું બધું નવું બનાવું છું”
re ૩૦૧ ¶૨
નવું આકાશ તથા નવી પૃથ્વી
૨ યોહાનના દિવસથી સેંકડો વર્ષો અગાઉ, યહોવાહે યશાયાહને કહ્યું હતું: “જુઓ, હું નવાં આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.” (યશાયાહ ૬૫:૧૭; ૬૬:૨૨) બાબેલોનમાં ૭૦ વર્ષના બંદીવાસ પછી, વિશ્વાસુ યહુદીઓ ૫૩૭ બી.સી.ઈ.માં યરૂશાલેમ પાછા આવ્યા ત્યારે એ ભવિષ્યવાણીની શરૂઆતની પરિપૂર્ણતા થઈ. એ પુનઃસ્થાપનામાં, તેઓએ “નવા આકાશ,” અર્થાત નવી સરકારી વ્યવસ્થા, હેઠળ “નવી પૃથ્વી,” અર્થાત શુદ્ધ કરાયેલો સમાજ, બનાવ્યાં. જો કે, પ્રેષિત પીતરે એ ભવિષ્યવાણીની વધુ પરિપૂર્ણતા તરફ નિર્દેશ કરી કહ્યું: “તો પણ આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) હવે યોહાન બતાવે છે કે એ વચન પ્રભુના દિવસ દરમ્યાન પરિપૂર્ણ થાય છે. “પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી,” અર્થાત શેતાન અને તેના અપદૂતોથી અસર પામેલા સરકારી માળખાસહિત શેતાનની સંગઠિત વ્યવસ્થા, જતાં રહેશે. દુષ્ટ, બંડખોર માણસજાતના તોફાની “સમુદ્ર”નું અસ્તિત્વ નાબૂદ થશે. એની જગ્યાએ “નવું આકાશ તથા નવી પૃથ્વી” હશે—નવી સરકાર, દેવના રાજ્ય, હેઠળ નવો પાર્થિવ સમાજ.—પ્રકટીકરણ ૨૦:૧૧ સરખાવો.
“જુઓ, હું સઘળું નવું બનાવું છું”
‘ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.’ (પ્રકટીકરણ ૨૧:૪) કેવાં પ્રકારનાં આંસુઓ તે લૂછી નાખશે? આંખોનું રક્ષણ કરે એવાં આંસુઓ કે ખુશીનાં આંસુઓ નહિ. પણ દુઃખ-તકલીફને લીધે આવતાં આંસુઓ વિશે ઈશ્વરનું વચન વાત કરે છે. ઈશ્વર ફક્ત આંસુઓને સૂકવી નહિ નાખે, પણ આંસુઓનું કારણ એટલે કે દુઃખ-દર્દને પૂરેપૂરી રીતે કાઢી નાખીને આંસુઓ લૂછી નાખશે.
“મરણ ફરીથી થનાર નથી.” (પ્રકટીકરણ ૨૧:૪) મરણને લીધે એટલું દુઃખ થાય છે કે આંસુઓનો પાર રહેતો નથી. મરણના પંજામાંથી આજ્ઞાંકિત મનુષ્યોને યહોવા છોડાવશે. કઈ રીતે? મરણનું મુખ્ય કારણ, આદમથી મળેલું પાપ છે. ઈશ્વર એ પાપ દૂર કરશે. (રોમનો ૫:૧૨) ઈસુના બલિદાનને આધારે યહોવા મનુષ્યોને સંપૂર્ણતા તરફ દોરી જશે. પછી, છેલ્લા દુશ્મન મરણનો “નાશ” કરવામાં આવશે. (૧ કોરીંથી ૧૫:૨૬) છેવટે, ઈશ્વરનો હેતુ પૂરો થશે. આમ, વફાદાર મનુષ્યો હંમેશ માટે તંદુરસ્ત જીવન જીવી શકશે.
“દુઃખ ફરીથી થનાર નથી.” (પ્રકટીકરણ ૨૧:૪) કેવું દુઃખ દૂર કરવામાં આવશે? પાપ અને અપૂર્ણતાને લીધે માનસિક, શારીરિક અને લાગણીમય દુઃખ પડે છે. એના લીધે લાખો લોકો હેરાન-પરેશાન થાય છે. આવાં બધાં દુઃખોથી છૂટકારો મળશે.
યહોવાહ, સત્યના પરમેશ્વર
૧૪ આપણે બાઇબલમાં પૂરો ભરોસો મૂકવો જોઈએ. શા માટે? કેમ કે યહોવાહે એમાં જે કરવાનું વચન આપ્યું છે એ ચોક્કસ કરશે. દાખલા તરીકે, આપણે આ વચનમાં પૂરો ભરોસો રાખી શકીએ: “તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.” (૨ થેસ્સાલોનીકી ૧:૮) તેમ જ, આપણે દિલથી યહોવાહના બીજા વચનોમાં પણ માનવું જોઈએ. જેમ કે, તે સચ્ચાઈથી ચાલતા તેમના ભક્તોને ખૂબ ચાહે છે અને તેઓને અનંતજીવન આપશે. વળી, તેઓ માટે તે દુઃખ, પીડા તથા મરણને પણ સદા માટે કાઢી નાખશે. યહોવાહે આ છેલ્લા વચન પર ભાર મૂકતા પ્રેષિત યોહાનને કહ્યું: “તું લખ; કેમકે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫; નીતિવચનો ૧૫:૯; યોહાન ૩:૩૬.
કીમતી રત્નો શોધીએ
it-૨-E ૨૪૯ ¶૨
જીવન
આદમને આપેલી આજ્ઞામાં યહોવા એવું કહેવા માંગતા હતા કે જો આદમ તેમની વાત માનશે તો તે મરશે નહિ. (ઉત ૨:૧૭) એટલે કહી શકાય કે, બધા મનુષ્યો યહોવાની આજ્ઞા માનતા હશે અને માણસના છેલ્લા દુશ્મન મરણને કાઢી નાખવામાં આવશે ત્યારે, આપણા શરીરમાં પાપનો છાંટોય નહિ હોય. માણસોએ મરવું નહિ પડે. (૧કો ૧૫:૨૬) મરણને ક્યારે કાઢી નાખવામાં આવશે? ખ્રિસ્તના રાજને અંતે. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે એ રાજ હજાર વર્ષનું હશે. જેઓ ખ્રિસ્ત સાથે રાજાઓ અને યાજકો બનશે, તેઓ વિશે જણાવ્યું છે કે “તેઓ જીવતા થયા અને ખ્રિસ્ત સાથે ૧,૦૦૦ વર્ષ સુધી રાજાઓ તરીકે રાજ કર્યું.” “મરણ પામેલા બાકીના લોકો ૧,૦૦૦ વર્ષ પૂરાં થતા સુધી જીવતા” થશે નહિ. આ કદાચ એ લોકો છે, જેઓ હજાર વર્ષના રાજને અંતે જીવતા હશે. શેતાનને અનંત ઊંડાણમાંથી છોડવામાં આવે અને માણસજાત પર તે કસોટી લાવે એ પહેલા તેઓ જીવતા હશે. હજાર વર્ષના અંતે પૃથ્વી પર માણસોમાં કોઈ પણ ખામી નહિ હોય. માણસો એવા બની જશે, જેવા આદમ અને હવા પાપ કર્યું એ પહેલાં હતા. એ સમયે માણસોમાં પાપનો છાંટોય નહિ હોય. પછી શેતાનને થોડા સમય માટે અનંત ઊંડાણમાંથી છોડવામાં આવશે. માણસો પર તે કસોટી લાવશે અને જેઓ વફાદાર રહેશે તેઓને હંમેશાંનું જીવન મળશે.—પ્રક ૨૦:૪-૧૦.
it-૨-E ૧૮૯-૧૯૦
અગ્નિનું સરોવર
આ શબ્દ ફક્ત પ્રકટીકરણના પુસ્તકમાં જ જોવા મળે છે અને કોઈ બાબતને રજૂ કરવા માટે એ વપરાય છે. બાઇબલમાં એના વિશે આ સમજણ આપી છે: “અગ્નિનું સરોવર એ જ બીજું મરણ છે.”—પ્રક ૨૦:૧૪; ૨૧:૮.
અગ્નિનું સરોવર કોઈ જગ્યા નથી, એની સાબિતી આપણને પ્રકટીકરણના પુસ્તકમાં આપેલા બીજા સંદર્ભોમાં જોવા મળે છે. એમાં લખવામાં આવ્યું છે કે મરણને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવશે. (પ્રક ૧૯:૨૦; ૨૦:૧૪) મરણને ક્યારેય બાળી ન શકાય. શેતાન કંઈ હાડ-માંસનો બનેલો નથી, તે તો અદૃશ્ય છે. તેને એ સરોવરમાં ફેંકી દેવામાં આવશે. અદૃશ્ય હોવાથી તે આગમાં બળવાનો નથી.—પ્રક ૨૦:૧૦; નિર્ગ ૩:૨ અને ન્યા ૧૩:૨૦ સરખાવો.
અગ્નિનું સરોવર ‘બીજા મરણને’ રજૂ કરે છે. પ્રકટીકરણ ૨૦:૧૪માં પણ જણાવવામાં આવ્યું છે કે “મરણ તથા કબરને” અગ્નિના સરોવરમાં નાખી દેવામાં આવ્યાં છે. એનાથી સાબિત થાય છે કે એ કંઈ આદમથી વારસામાં મળેલા મરણને (રોમ ૫:૧૨) કે પછી કબરને (શેઓલ) રજૂ કરતું નથી. એ કોઈ અલગ પ્રકારનું મરણ હોય શકે, જેમાંથી સજીવન થઈ શકાય નહિ. આદમથી વારસામાં મળેલા મરણમાંથી સજીવન થવાય છે અને કબરમાંથી પાછા આવી શકાય. પણ બાઇબલમાં એવું ક્યાંય લખ્યું નથી કે એ સરોવરમાંથી કોઈ પાછું આવી શકે. (પ્રક ૨૦:૧૩) જેઓ ઈશ્વરના રાજ કરવાના હકને ટેકો આપતા નથી એટલે જેઓના નામ “જીવનના પુસ્તકમાં” નથી તેઓને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવશે. એટલે કે, તેઓનું બીજું મરણ થશે, તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે.—પ્રક ૨૦:૧૫.
બાઇબલ વાંચન