૨૭
યહોવા મારો માલિક
૧. શ્રદ્ધાનો દીવો ન જલતો દિલમાં
ઠોકરો ખાધી ઘણી જીવનમાં
જલાવ્યો દીપ યહોવાએ દિલમાં
આવ્યો પ્રકાશ જીવનમાં
(ટેક)
હર પલ તારી પાસ છું, ન છોડું તને
તું મારો પ્રભુ છો, તું મારો માલિક
રગ રગમાં વહે છે, બસ પ્રેમ જ તારો
તું છો મારો માલિક, રખેવાળ મારો
૨. શ્રદ્ધાનો દીવો જલ્યો છે દિલમાં
ફેલાવીશ એની રોશની જગતમાં
ગાઈ લઈશ હું ગુણો ઈશ્વરના સદા
તેનું નામ લઈશ જગતમાં
(ટેક)
હર પલ તારી પાસ છું, ન છોડું તને
તું મારો પ્રભુ છો, તું મારો માલિક
રગ રગમાં વહે છે, બસ પ્રેમ જ તારો
તું છો મારો માલિક, રખેવાળ મારો
૩. શ્રદ્ધાનો દીવો ન ઠરે દિલમાં
લાવે શેતાન લાખ તોફાન જીવનમાં
બેઠા છે યહોવા પિતા મારા
દોડીશ હું તેમની ગોદમાં
(ટેક)
હર પલ તારી પાસ છું, ન છોડું તને
તું મારો પ્રભુ છો, તું મારો માલિક
રગ રગમાં વહે છે, બસ પ્રેમ જ તારો
તું છો મારો માલિક, રખેવાળ મારો
(ગીત. ૯૪:૧૪; નીતિ. ૩:૫, ૬; હિબ્રૂ ૧૩:૫ પણ જુઓ.)