૫૪
ઈશ્વરનો હાથ પકડ
૧. ઈશ્વર યુગોથી, કરે છે પોકાર
તે કરે છે સૌનો ઉગાર
કરો સૌ જનો, તમે પસ્તાવો
એ છે એનો સંદેશો
(ટેક)
તું રાખ તારી શ્રદ્ધા અડગ
તારા ઈશ્વરનો હાથ પકડ
તું ઈશ્વર પર ભરોસો રાખ
હંમેશાં તે જીવનમાં સાથ આપશે
૨. ઈસુની વાણી, પાળીશું અમે
બોલ એના ઝીલીશું આજે
લઈને સંદેશો, રાજ્યનો બધે
એ લોકોને સંભળાવ્યે
(ટેક)
તું રાખ તારી શ્રદ્ધા અડગ
તારા ઈશ્વરનો હાથ પકડ
તું ઈશ્વર પર ભરોસો રાખ
હંમેશાં તે જીવનમાં સાથ આપશે
૩. કદી ન છોડ્યે, યહોવાનો સાથ
એનો તો પકડી રાખ્યે હાથ
વિજય હંમેશાં, ઈશ્વર અપાવે
તે દુશ્મનથી બચાવે
(ટેક)
તું રાખ તારી શ્રદ્ધા અડગ
તારા ઈશ્વરનો હાથ પકડ
તું ઈશ્વર પર ભરોસો રાખ
હંમેશાં તે જીવનમાં સાથ આપશે
(રોમ. ૧૦:૧૦; એફે. ૩:૧૨; હિબ્રૂ ૧૧:૬; ૧ યોહા. ૫:૪ પણ જુઓ.)