૩૫
યહોવાની ધીરજ
૧. આ ધરતીમાં દુઃખનાં પૂર વહે
ડરના માર્યા બધા કંપે
અમારાં દુઃખ રાત-દિન જોઈને
તારી આંખે આંસુ આવે
પણ યહોવા તું નથી લાચાર
તું છો સૌથી મહાશક્તિમાન
તારી છે પ્રીત ને છે ધીરજ
તારી અમે સૌ રાહ જોઈએ
૨. હજાર વર્ષ છે તારે મન એક પલ
ઉડાવે છે લોકો મજાક
ભૂલી ગયો મને ભગવાન
એણે તો બંધ કર્યા છે કાન
ન્યાયની ઘડી ગણાય રહી છે
પાપનો ઘડો ભરાઈ ગયો છે
પાપી પસ્તાવો કરે તો
મન તારું ખૂબ હરખાઈ જાય છે
(લુક ૧૫:૭; ૨ પીત. ૩:૮, ૯ પણ જુઓ.)