૧૨
અમર જીવનનું વચન
૧. યહોવાનું વચન સૌને
આબાદ આ ધરતી થશે
સૂરજના પ્હેલા કિરણે
પ્યારની કળી ખીલશે
(ટેક)
યહોવાનું વચન
દેશે અમર જીવન
એ છે સાચું જીવન
એ પાકું વચન
૨. મોતની ઊંઘમાંથી જગાડશે
ઈશ્વર પોતે સાદ દેશે
ભેટી પડીશું તેઓને
હર્ષનાં આંસુ વ્હેશે
(ટેક)
યહોવાનું વચન
દેશે અમર જીવન
એ છે સાચું જીવન
એ પાકું વચન
૩. સુખનાં ઝરણાં સાગર બનશે
ધરતીની રોનક ખીલશે
સૌની આંખોમાં તેજ હશે
સાચી શાંતિ મળશે
(ટેક)
યહોવાનું વચન
દેશે અમર જીવન
એ છે સાચું જીવન
એ પાકું વચન
(યશા. ૨૫:૮; લુક ૨૩:૪૩; યોહા. ૧૧:૨૫; પ્રકટી. ૨૧:૪ પણ જુઓ.)