નહેમ્યા
૧૧ હવે લોકોના અધિકારીઓ યરૂશાલેમમાં રહેતા હતા.+ પણ બાકીના લોકોએ એ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી+ કે દર દસમાંથી કયું એક કુટુંબ પવિત્ર શહેર યરૂશાલેમ જઈને વસે અને બાકીનાં કુટુંબો બીજાં શહેરોમાં જ રહે. ૨ ઉપરાંત, જેઓ રાજીખુશીથી યરૂશાલેમમાં વસવા તૈયાર થયા, તેઓને લોકોએ આશીર્વાદ આપ્યો.
૩ હવે યહૂદા પ્રાંતના અમુક અધિકારીઓ યરૂશાલેમમાં રહેતા હતા. (પણ બાકીના ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો*+ અને સુલેમાનના સેવકોના દીકરાઓ*+ યહૂદાનાં બીજાં શહેરોમાં રહેતા હતા. તેઓ પોતાને વારસામાં મળેલા શહેરમાં રહેતા હતા.+
૪ યરૂશાલેમમાં યહૂદાના અને બિન્યામીનના અમુક લોકો પણ રહેતા હતા.) એ અધિકારીઓ આ હતા: યહૂદાના લોકોમાંથી અથાયા, જે ઉઝ્ઝિયાનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે અમાર્યાનો દીકરો, જે શફાટિયાનો દીકરો, જે માહલાલએલનો દીકરો, જે પેરેસના કુટુંબમાંથી+ હતો. ૫ તેની સાથે માઅસેયા પણ હતો, જે બારૂખનો દીકરો, જે કોલહોઝેહનો દીકરો, જે હઝાયાનો દીકરો, જે અદાયાનો દીકરો, જે યોયારીબનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે શેલાહના કુટુંબમાંથી હતો. ૬ પેરેસના જે દીકરાઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓની સંખ્યા ૪૬૮ હતી. તેઓ બધા પરાક્રમી પુરુષો હતા.
૭ બિન્યામીનના લોકોમાંથી આ હતા: સાલ્લૂ,+ જે મશુલ્લામનો દીકરો, જે યોએદનો દીકરો, જે પદાયાનો દીકરો, જે કોલાયાનો દીકરો, જે માઅસેયાનો દીકરો, જે ઇથીએલનો દીકરો, જે યેશાયાહનો દીકરો હતો; ૮ તેના પછી ગાબ્બાય અને સાલ્લાય હતા, કુલ ૯૨૮ માણસો; ૯ ઝિખ્રીનો દીકરો યોએલ તેઓનો ઉપરી હતો. હાસ્સેનુઆહનો દીકરો યહૂદા, શહેરમાં બીજા ક્રમનો ઉપરી હતો.
૧૦ યાજકોમાંથી આ હતા: યોયારીબનો દીકરો યદાયા, યાખીન+ ૧૧ અને સરાયા જે હિલ્કિયાનો દીકરો, જે મશુલ્લામનો દીકરો, જે સાદોકનો દીકરો, જે મરાયોથનો દીકરો, જે અહીટૂબનો+ દીકરો હતો. અહીટૂબ સાચા ઈશ્વરના મંદિરનો* એક આગેવાન હતો. ૧૨ એ સિવાય તેઓના ભાઈઓ હતા, જેઓએ મંદિરનું કામ કર્યું હતું, કુલ ૮૨૨ માણસો. તેમ જ, અદાયા, જે યરોહામનો દીકરો, જે પલાલ્યાનો દીકરો, જે આમ્સીનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે પાશહૂરનો+ દીકરો, જે માલ્કિયાનો દીકરો ૧૩ અને તેના ભાઈઓ, એટલે કે પિતાનાં કુટુંબોના વડાઓ, કુલ ૨૪૨ માણસો. તેમ જ, અમાશસાય, જે અઝારએલનો દીકરો, જે આહઝાયનો દીકરો, જે મશિલ્લેમોથનો દીકરો, જે ઇમ્મેરનો દીકરો ૧૪ અને તેના પરાક્રમી અને બહાદુર ભાઈઓ, કુલ ૧૨૮ માણસો. તેઓનો ઉપરી ઝાબ્દીએલ હતો, જે જાણીતા કુટુંબનો સભ્ય હતો.
૧૫ લેવીઓમાંથી આ હતા: શમાયા,+ જે હાશ્શૂબનો દીકરો, જે આઝ્રીકામનો દીકરો, જે હશાબ્યાનો દીકરો, જે બુન્નીનો દીકરો હતો ૧૬ તેમજ શાબ્બાથાય+ અને યોઝાબાદ,+ જેઓ લેવીઓના મુખીઓ હતા અને સાચા ઈશ્વરના મંદિરને* લગતા બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા; ૧૭ અને માત્તાન્યા,+ જે મીખાહનો દીકરો, જે ઝાબ્દીનો દીકરો, જે આસાફનો દીકરો+ હતો, તે સંગીત સંચાલક હતો અને પ્રાર્થના દરમિયાન સ્તુતિગીતો ગાવામાં આગેવાની લેતો હતો;+ અને બાકબુક્યા જે તેનો મદદગાર હતો; અને આબ્દા, જે શામ્મૂઆનો દીકરો, જે ગાલાલનો દીકરો, જે યદૂથૂનનો+ દીકરો હતો. ૧૮ પવિત્ર શહેરમાં રહેવા આવેલા લેવીઓની કુલ સંખ્યા ૨૮૪ હતી.
૧૯ એ ઉપરાંત દરવાજા આગળ ચોકી કરનારા દરવાનો આક્કૂબ, ટાલ્મોન+ તથા તેઓના ભાઈઓ હતા. તેઓની સંખ્યા ૧૭૨ હતી.
૨૦ બાકીના ઇઝરાયેલીઓ, યાજકો અને લેવીઓ યહૂદાનાં બીજાં શહેરોમાં રહેતા હતા, જે તેઓને આપવામાં આવ્યાં હતાં.* ૨૧ મંદિરના સેવકો*+ ઓફેલમાં+ રહેતા હતા. સીહા અને ગિશ્પા તેઓના ઉપરી હતા.
૨૨ યરૂશાલેમમાં લેવીઓનો ઉપરી ઉઝ્ઝી હતો, જે બાનીનો દીકરો, જે હશાબ્યાનો દીકરો, જે માત્તાન્યાનો+ દીકરો, જે મીખાનો દીકરો, જે આસાફના કુટુંબમાંથી હતો. તેઓ ગાયકો હતા. ઉઝ્ઝી સાચા ઈશ્વરના મંદિરનું કામકાજ સંભાળતો હતો. ૨૩ રાજાનું ફરમાન હતું+ કે એ ગાયકોને દિવસની જરૂરિયાત પ્રમાણે નક્કી કરેલું ભથ્થું આપવામાં આવે. ૨૪ લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો સલાહકાર* પથાહ્યા હતો, જે મશેઝાબએલનો દીકરો, જે ઝેરાહના કુટુંબનો, જે યહૂદાનો દીકરો હતો.
૨૫ યહૂદાના અમુક લોકો આ ખેતરવાળા વિસ્તારોમાં રહેતા હતા: કિર્યાથ-આર્બા+ અને એની આસપાસનાં* નગરો, દીબોન અને એની આસપાસનાં નગરો અને યકાબ્સએલ+ અને એનાં ગામડાઓ, ૨૬ યેશૂઆ, મોલાદાહ,+ બેથ-પેલેટ,+ ૨૭ હસાર- શૂઆલ,+ બેર-શેબા અને એની આસપાસનાં નગરો, ૨૮ સિકલાગ,+ મખોનાહ અને એની આસપાસનાં નગરો, ૨૯ એન-રિમ્મોન,+ સોરાહ,+ યાર્મૂથ, ૩૦ ઝાનોઆહ,+ અદુલ્લામ અને એનાં ગામડાઓ, લાખીશ+ અને એની નજીકના વિસ્તારો, અઝેકાહ+ અને એની આસપાસનાં નગરો. તેઓ બેર-શેબાથી લઈને હિન્નોમની ખીણ*+ સુધી વસ્યા.
૩૧ બિન્યામીનના લોકો આ વિસ્તારોમાં રહેતા હતા: ગેબા,+ મિખ્માશ, આયા, બેથેલ+ અને એની આસપાસનાં નગરો, ૩૨ અનાથોથ,+ નોબ,+ અનાન્યાહ, ૩૩ હાસોર, રામા,+ ગિત્તાઈમ, ૩૪ હાદીદ, સબોઈમ, નબાલ્લાટ, ૩૫ લોદ અને ઓનો,+ એટલે કે કારીગરની ખીણ.* ૩૬ યહૂદાના વિસ્તારમાં રહેતા લેવીઓના અમુક સમૂહ બિન્યામીનના વિસ્તારમાં આવીને વસ્યા.