ગીતશાસ્ત્ર
પાંચમું પુસ્તક
(ગીતશાસ્ત્ર ૧૦૭-૧૫૦)
૧૦૭ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+
૩ ઈશ્વરે જેઓને અલગ અલગ દેશોમાંથી,
પૂર્વથી અને પશ્ચિમથી,*
ઉત્તરથી અને દક્ષિણથી ભેગા કર્યા છે,+ તેઓ એમ કહે.
૪ તેઓ વેરાન પ્રદેશમાં, રણમાં આમતેમ ભટકતા હતા.
તેઓને રહેવા માટે કોઈ શહેર મળ્યું નહિ.
૫ તેઓ ભૂખ્યા ને તરસ્યા હતા.
તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા.
૮ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+
મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+
૯ તેમણે તરસ્યા લોકોની તરસ છિપાવી,
સારી વસ્તુઓથી ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી.+
૧૦ અમુક તો અંધકારના ઊંડાણમાં હતા,
વેદના અને બેડીઓમાં જકડાયેલા કેદીઓ હતા.
૧૧ તેઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહિ અને બંડ પોકાર્યું.
તેઓએ સર્વોચ્ચ ઈશ્વરની સલાહનું અપમાન કર્યું.+
૧૨ એટલે તેઓ પર તકલીફો આવવા દઈને ઈશ્વરે તેઓનાં દિલ નમ્ર કર્યાં.+
તેઓ લથડી પડ્યા અને તેઓને મદદ કરનાર કોઈ ન હતું.
૧૩ તેઓએ આફતમાં યહોવાને મદદનો પોકાર કર્યો.
તેમણે તેઓને મુસીબતમાંથી બચાવી લીધા.
૧૪ તે તેઓને અંધકારના ઊંડાણમાંથી બહાર કાઢી લાવ્યા
અને તેમણે તેઓની બેડીઓ તોડી નાખી.+
૧૫ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+
મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.
૧૬ તેમણે તાંબાના દરવાજાઓ તોડી પાડ્યા
અને લોઢાની ભૂંગળો કાપી નાખી.+
૧૮ તેઓની ભૂખ મરી પરવારી હતી.
તેઓ જાણે મોતના દ્વારે ઊભા હતા.
૧૯ તેઓ આફતમાં યહોવાને મદદ માટે પોકારતા.
તે તેઓને મુસીબતમાંથી બચાવી લેતા.
૨૦ તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા,+
તેઓ જે ખાડામાં પડ્યા હતા, એમાંથી બહાર કાઢી લાવતા.
૨૧ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,
મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.
૨૩ જેઓ વહાણોમાં મુસાફરી કરીને દરિયો ખેડે છે,
જેઓ મહાસાગરમાં વેપાર-ધંધો કરે છે,+
૨૪ તેઓએ યહોવાનાં કાર્યો જોયાં છે,
તેઓએ ઊંડાણમાં તેમનાં નવાઈ ભરેલાં કામો જોયાં છે.+
૨૫ તેમના હુકમથી તોફાન ચઢી આવે છે+
અને દરિયાનાં મોજાં ઊંચે ઊછળે છે.
૨૬ દરિયાખેડુઓ પણ આકાશ સુધી ઊંચા ચઢે છે
અને પાછા ઊંડાણમાં પટકાય છે.
માથે તોળાતા સંકટને લીધે તેઓની હિંમત ઓગળી જાય છે.
૨૮ એટલે તેઓ આફતમાં યહોવાને પોકારી ઊઠે છે.+
તે તેઓને મુસીબતમાંથી બચાવી લે છે.
૨૯ તે તોફાનને શાંત પાડે છે
અને દરિયાનાં મોજાં શમી જાય છે.+
૩૦ એ શાંત પડી જાય ત્યારે તેઓ ખુશી મનાવે છે,
તેઓના ધારેલા બંદરે તે દોરી જાય છે.
૩૧ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,
મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+
૩૨ તેઓ લોકોના ટોળામાં તેમનો જયજયકાર કરે,+
વડીલોની સભામાં તેમની સ્તુતિ કરે.
૩૩ તે નદીઓને રણમાં
અને પાણીના ઝરાઓને સૂકી ભૂમિમાં ફેરવી નાખે છે,+
૩૪ તે રસાળ ધરતીને ખારવાળી બનાવે છે,+
કારણ કે ત્યાંના લોકોનાં કામ દુષ્ટ છે.
૩૮ તે લોકોને આશીર્વાદ આપે છે અને તેઓ કૂદકે ને ભૂસકે વધે છે.
તે તેઓનાં ઢોરઢાંક ઘટવાં દેતાં નથી.+
૩૯ પણ જુલમ, આફત અને દુઃખોને લીધે
લોકોની સંખ્યા ફરીથી ઘટી જાય છે,
તેઓને નીચા પાડવામાં આવે છે.
૪૦ તે અધિકારીઓ પર ધિક્કાર વરસાવે છે
અને તેઓને માર્ગ વગરના ઉજ્જડ વિસ્તારમાં રઝળાવે છે.+