ગીતોનું ગીત
૩ “રાતે મારી પથારીમાં સૂતાં સૂતાં,
હું મારા પ્રીતમના વિચારોમાં ખોવાયેલી હતી.+
મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.+
૨ હું ઊઠીને તેને શહેરમાં શોધવા જઈશ;
ગલીઓમાં અને ચોકમાં તેને શોધીશ,
હું મારા પ્રિયતમને શોધીને જ રહીશ.
મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.
૩ શહેરની રખેવાળી કરતા ચોકીદારો મને મળ્યા.+
મેં તેઓને પૂછ્યું: ‘શું તમે મારા પ્રેમીને જોયો છે?’
૪ હજી હું તેઓથી થોડે જ દૂર ગઈ હતી
અને મને મારો પ્રેમી મળ્યો.
મેં તેને પકડી લીધો. હું જ્યાં સુધી તેને મારી માના ઘરમાં,+
હા, મારી જનેતાના અંદરના ઓરડામાં લાવી નહિ,
ત્યાં સુધી મેં તેને છોડ્યો નહિ,
૫ હે યરૂશાલેમની દીકરીઓ,
તમને હરણીઓના અને જંગલમાં ફરતી સાબરીઓના સમ:
મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.”+
૬ “વેરાન પ્રદેશમાંથી આ ધુમાડાના સ્તંભ જેવું શું આવી રહ્યું છે?
૭ “જુઓ! એ તો સુલેમાનની પાલખી છે.
ઇઝરાયેલના પરાક્રમી યોદ્ધાઓમાંથી,+
૬૦ યોદ્ધાઓ એની આસપાસ છે,
૮ દરેકે તલવાર સજી છે
અને તેઓ યુદ્ધકળામાં કુશળ છે,
રાતે જોખમો સામે લડવા
દરેકે પોતાની તલવાર કમરે લટકાવી છે.”
૯ “એ તો રાજા સુલેમાનની શાહી પાલખી છે,
જે તેમણે લબાનોનના લાકડામાંથી બનાવી છે.+
૧૦ એના પાયા ચાંદીના બનેલા છે,
એના ટેકા સોનાથી ઘડેલા છે.
એની ગાદી જાંબુડિયા રંગના ઊનની બનેલી છે.
યરૂશાલેમની દીકરીઓએ
પોતાનો પ્રેમ રેડીને એને અંદરથી સજાવી છે.”
૧૧ “હે સિયોનની દીકરીઓ, બહાર આવો,
રાજા સુલેમાનને જુઓ.