-
માથ્થી ૨૪:૩૭-૩૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ જેવું નૂહના દિવસોમાં થયું હતું,+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૩૮ પૂર આવ્યું એ પહેલાં લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. નૂહ વહાણની* અંદર ગયા ત્યાં સુધી તેઓ એવું કરતા હતા.+ ૩૯ પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે.
-