-
નિર્ગમન ૮:૨૧, ૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ જો તું મારા લોકોને નહિ જવા દે, તો હું તારા પર, તારા સેવકો પર, તારા લોકો પર અને તારાં ઘરો પર કરડતી માખીઓ લાવીશ. ઇજિપ્તનાં બધાં ઘરો માખીઓથી ઊભરાઈ જશે. એટલું જ નહિ, તારા લોકો* જે જમીન પર ઊભા છે, એ જમીન પણ માખીઓથી ઢંકાઈ જશે. ૨૨ પણ એ દિવસે હું ગોશેન દેશને અલગ રાખીશ, જ્યાં મારા લોકો રહે છે. ત્યાં એક પણ માખી જોવા નહિ મળે.+ એના પરથી તું જાણી શકીશ કે, હું યહોવા આ દેશમાં છું.+
-
-
નિર્ગમન ૯:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ બીજા દિવસે યહોવાએ એમ જ કર્યું. ઇજિપ્તના લોકોના દરેક પ્રકારનાં જાનવરો મરવા લાગ્યાં,+ પણ ઇઝરાયેલીઓનું એકેય જાનવર મર્યું નહિ.
-
-
નિર્ગમન ૯:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ ફક્ત ગોશેન પ્રદેશ, જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા, ત્યાં કરા ન પડ્યા.+
-
-
નિર્ગમન ૧૧:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ ઇઝરાયેલીઓ કે તેઓનાં જાનવરોને ડરાવવા કોઈ કૂતરો પણ ભસશે નહિ. એ પરથી તું જાણીશ કે, યહોવા ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે ફરક રાખી શકે છે.’+
-
-
નિર્ગમન ૧૨:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ તમે જે ઘરમાં રહો છો એની બારસાખ પર લગાડેલું લોહી નિશાની થશે. હું એ લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જઈશ અને ઇજિપ્ત પર આફત આવશે ત્યારે તમારો નાશ નહિ થાય.+
-