-
પુનર્નિયમ ૧૮:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ તમારી વચ્ચે એવો કોઈ પણ માણસ હોવો ન જોઈએ, જે પોતાના દીકરા કે દીકરીને આગમાં બલિ ચઢાવતો હોય,*+ જોષ જોતો હોય,+ જાદુવિદ્યા કરતો હોય,+ શુકન જોતો હોય,+ જાદુટોણાં કરતો હોય,+ ૧૧ જંતરમંતરથી વશીકરણ કરતો હોય, ભવિષ્ય ભાખનારની+ કે મરેલી વ્યક્તિ સાથે વાત કરતા ભૂવાની સલાહ લેતો હોય+ અથવા મરેલી વ્યક્તિ સાથે વાત કરતો હોય.+ ૧૨ કેમ કે જે કોઈ એવાં કામો કરે છે, તેને યહોવા ધિક્કારે છે. એવાં કામોને લીધે જ તમારા ઈશ્વર યહોવા એ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢે છે.
-