૩૫ મૂસાએ કહ્યું હતું તેમ ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકો પાસેથી સોના-ચાંદીની ચીજો અને કપડાં માંગી લીધાં.+ ૩૬ યહોવાએ એવું કર્યું કે ઇજિપ્તના લોકોની રહેમનજર ઇઝરાયેલીઓ પર થઈ. એટલે ઇઝરાયેલીઓએ જે કંઈ માંગ્યું, એ બધું તેઓએ આપી દીધું. આમ ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકોને લૂંટી લીધા.+