૨ યહોવાએ મૂસાને કહ્યું: “તારા ભાઈ હારુનને કહે કે તે પરમ પવિત્ર સ્થાનમાં*+ પડદાની+ અંદરની બાજુએ, એટલે કે જ્યાં કરારકોશ* અને એનું ઢાંકણ છે ત્યાં મન ફાવે ત્યારે ન આવે. નહિ તો તે માર્યો જશે,+ કેમ કે ઢાંકણ ઉપર+ વાદળમાં+ હું પ્રગટ થઈશ.
૭ વેદીને લગતી અને પડદાની અંદરની વસ્તુઓને લગતી યાજકપદની સેવા માટે તું અને તારા દીકરાઓ જવાબદાર છો.+ એ સેવા તમારે કરવી.+ મેં તમને યાજકપદ ભેટ તરીકે આપ્યું છે. જો યાજક ન હોય એવો કોઈ પણ માણસ* નજીક આવે, તો તેને મારી નાખો.”+