૧૦ “‘જો તે પોતાનાં ઘેટાં-બકરાંમાંથી અગ્નિ-અર્પણ ચઢાવે,+ તો એ ખોડખાંપણ વગરનો ઘેટો અથવા બકરો હોય.+૧૧ એને વેદીની ઉત્તર તરફ યહોવા આગળ કાપવો. પછી હારુનના દીકરાઓ, એટલે કે યાજકો એનું લોહી વેદીની ચારે બાજુ છાંટે.+
૨૫ “હારુન અને તેના દીકરાઓને કહે, ‘પાપ-અર્પણનો નિયમ આ છે:+ યહોવા આગળ જ્યાં અગ્નિ-અર્પણના પ્રાણીને કાપવામાં આવે છે,+ ત્યાં જ પાપ-અર્પણના પ્રાણીને પણ કાપવું. એ અર્પણ ખૂબ પવિત્ર છે.