-
લૂક ૬:૩૪, ૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ જેની પાસેથી પાછું મળી શકે છે, તેને તમે ઉછીનું* આપો તો એમાં શું મોટી વાત?+ અરે, પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે, જેથી જે આપ્યું હોય એ પૂરેપૂરું પાછું મેળવી શકે. ૩૫ એના બદલે, તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને ભલું કરતા રહો. કંઈ પણ પાછું મેળવવાની આશા વગર ઉછીનું આપતા રહો.+ તમને મોટો બદલો મળશે. તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો, કેમ કે તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે.+
-