-
લેવીય ૨૬:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “‘પણ જો તમે મારું નહિ સાંભળો અને મારી આજ્ઞાઓ નહિ પાળો,+
-
-
યહોશુઆ ૭:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ માફ કરજો યહોવા, પણ ઇઝરાયેલીઓ જે રીતે પોતાના દુશ્મનો સામેથી નાસી છૂટ્યા,* એ વિશે હું બીજું શું કહું?
-
-
૨ રાજાઓ ૧૭:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હોશીઆના શાસનના નવમા વર્ષે આશ્શૂરના રાજાએ સમરૂન જીતી લીધું.+ તે ઇઝરાયેલના લોકોને ગુલામ બનાવીને આશ્શૂર લઈ ગયો.+ તેણે તેઓને હલાહમાં, ગોઝાન નદી+ પાસેના હાબોરમાં અને માદીઓનાં શહેરોમાં વસાવ્યા.+
૭ આમ થવાનું કારણ એ કે ઇઝરાયેલીઓએ પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું, જે તેઓને ઇજિપ્તના રાજા ફારુનના* પંજામાંથી છોડાવીને ત્યાંથી બહાર કાઢી લાવ્યા હતા.+ તેઓએ બીજા દેવોની પૂજા કરી.+
-