૫૨ તમે એ દેશમાં વસતી બધી પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢજો. તેઓની પથ્થરોની મૂર્તિઓના+ અને ધાતુઓની મૂર્તિઓના*+ ટુકડે-ટુકડા કરી નાખજો. જે ભક્તિ-સ્થળોને* તેઓ પવિત્ર ગણે છે એના પણ ચૂરેચૂરા કરી નાખજો.+
૩ તેના પિતા હિઝકિયાએ જે ભક્તિ-સ્થળો તોડી પાડ્યાં હતાં,+ એ મનાશ્શાએ ફરીથી બાંધ્યાં. તેણે બઆલ માટે વેદીઓ બાંધી અને ભક્તિ-થાંભલો ઊભો કર્યો.+ તેણે ઇઝરાયેલના રાજા આહાબ જેવાં કામો કર્યાં.+ આકાશમાં જે કંઈ છે એ બધાને* તેણે નમન કર્યું અને તેઓની પૂજા કરી.+