-
પુનર્નિયમ ૩:૧૩-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ ગિલયાદનો બાકીનો ભાગ અને બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય મેં મનાશ્શાના અડધા કુળને આપ્યું છે.+ બાશાનમાં આવેલો આર્ગોબનો આખો વિસ્તાર રફાઈઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો.
૧૪ “મનાશ્શાના દીકરા યાઈરે+ ગશૂરીઓ અને માઅખાથીઓની+ સરહદ સુધી આર્ગોબનો આખો વિસ્તાર+ લઈ લીધો. તેણે પોતાના નામ પરથી બાશાનનાં એ ગામોનું નામ હાવ્વોથ-યાઈર*+ પાડ્યું. આજે પણ તે વિસ્તાર એ જ નામથી ઓળખાય છે. ૧૫ માખીરને મેં ગિલયાદ આપ્યું હતું.+ ૧૬ રૂબેનીઓ અને ગાદીઓને+ મેં આ વિસ્તાર આપ્યો: ગિલયાદથી લઈને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ (એ ખીણનો વચ્ચેનો ભાગ એની સરહદ છે); છેક યાબ્બોકની ખીણ સુધીનો પ્રદેશ, જે આમ્મોનીઓની સરહદ છે;
-
-
પુનર્નિયમ ૨૮:૬૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૩ “એક સમયે તમારું ભલું કરવામાં અને તમારી આબાદી વધારવામાં યહોવાને ખુશી થતી હતી. હવે એટલી જ ખુશી યહોવાને તમારો નાશ કરવામાં અને તમારો સંહાર કરવામાં થશે. તમે જે દેશને કબજે કરવાના છો, એમાંથી તમને તગેડી મૂકવામાં આવશે.
-
-
યહોશુઆ ૧૩:૮-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ મનાશ્શાના બાકીના અડધા કુળ સાથે રૂબેનીઓએ અને ગાદીઓએ યર્દનની પૂર્વ તરફ મૂસાએ આપેલો વારસો લીધો. યહોવાના સેવક મૂસાએ તેઓને આપેલો વારસો આ છે:+ ૯ આર્નોનની ખીણને+ કિનારે આવેલા અરોએરથી+ લઈને ખીણની વચ્ચે આવેલું શહેર અને છેક દીબોન સુધી ફેલાયેલો મેદબાનો આખો સપાટ વિસ્તાર; ૧૦ અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનથી રાજ કરતો હતો, તેનાં સર્વ શહેરોથી લઈને આમ્મોનીઓની સરહદ સુધી;+ ૧૧ ગિલયાદ અને ગશૂરીઓ તથા માઅખાથીઓનો વિસ્તાર;+ આખો હેર્મોન પર્વત અને સાલખાહ+ સુધીના બાશાનનો આખો વિસ્તાર;+ ૧૨ આશ્તારોથ અને એડ્રેઈમાં રાજ કરતા બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય. (તે રફાઈઓમાંથી બાકી રહેલાઓમાંનો એક હતો.)+ મૂસાએ તેઓને હરાવીને હાંકી કાઢ્યા હતા.+
-