૧ રાજાઓ ૧૯:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એલિયા ત્યાંથી નીકળ્યો અને તેણે શાફાટના દીકરા એલિશાને ખેતર ખેડતો જોયો. ખેતરમાં ૧૨ જોડ આખલાથી ખેતી થતી હતી. એલિશા સૌથી છેલ્લે ૧૨મી જોડ સાથે હતો. એલિયા તેની પાસે ગયો અને પોતાનો ઝભ્ભો+ એલિશા પર નાખ્યો. ઝખાર્યા ૧૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ “એ દિવસે, ભવિષ્યવાણી કરતી વખતે દરેક પ્રબોધકને પોતાનું દર્શન જણાવતાં શરમ આવશે. લોકોને છેતરવા તે ફરી કદી પોતાનું રુવાંટીવાળું વસ્ત્ર*+ પહેરશે નહિ. હિબ્રૂઓ ૧૧:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે. હિબ્રૂઓ ૧૧:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ તેઓને પથ્થરે મારવામાં આવ્યા,+ તેઓની શ્રદ્ધાની પરખ થઈ, કરવતથી વહેરવામાં આવ્યા,* તલવારથી કતલ કરવામાં આવ્યા,+ તેઓએ તંગી, વિપત્તિ+ અને અપમાન+ સહન કર્યાં અને તેઓએ ઘેટાં-બકરાંનાં ચામડાં+ પહેરીને ફરવું પડ્યું.
૧૯ એલિયા ત્યાંથી નીકળ્યો અને તેણે શાફાટના દીકરા એલિશાને ખેતર ખેડતો જોયો. ખેતરમાં ૧૨ જોડ આખલાથી ખેતી થતી હતી. એલિશા સૌથી છેલ્લે ૧૨મી જોડ સાથે હતો. એલિયા તેની પાસે ગયો અને પોતાનો ઝભ્ભો+ એલિશા પર નાખ્યો.
૪ “એ દિવસે, ભવિષ્યવાણી કરતી વખતે દરેક પ્રબોધકને પોતાનું દર્શન જણાવતાં શરમ આવશે. લોકોને છેતરવા તે ફરી કદી પોતાનું રુવાંટીવાળું વસ્ત્ર*+ પહેરશે નહિ.
૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે.
૩૭ તેઓને પથ્થરે મારવામાં આવ્યા,+ તેઓની શ્રદ્ધાની પરખ થઈ, કરવતથી વહેરવામાં આવ્યા,* તલવારથી કતલ કરવામાં આવ્યા,+ તેઓએ તંગી, વિપત્તિ+ અને અપમાન+ સહન કર્યાં અને તેઓએ ઘેટાં-બકરાંનાં ચામડાં+ પહેરીને ફરવું પડ્યું.