૩ “મુલાકાતમંડપની પૂર્વ તરફ* ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે છાવણી નાખે. એ સમૂહની આગેવાની યહૂદા કુળ લે. યહૂદાના દીકરાઓનો મુખી નાહશોન છે,+ જે અમિનાદાબનો દીકરો છે.
૧૪ ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે સૌથી પહેલા નીકળ્યો, જેની આગેવાની યહૂદાના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન અમિનાદાબનો દીકરો નાહશોન હતો.+