-
૧ રાજાઓ ૩:૧૦-૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ સુલેમાનની એ માંગણીથી યહોવા બહુ ખુશ થયા.+ ૧૧ તેમણે તેને કહ્યું: “તેં પોતાના માટે લાંબું આયુષ્ય કે ધનદોલત કે દુશ્મનોનાં મોત માંગ્યાં નથી, પણ લોકોનો ન્યાય કરવા સમજણ માંગી છે.+ ૧૨ તેં જે માંગ્યું છે એ હું આપીશ.+ હું તને બુદ્ધિ અને સમજણથી ભરપૂર હૃદય આપીશ.+ આજ સુધી તારા જેવું કોઈ થયું નથી અને ભાવિમાં ક્યારેય થશે પણ નહિ.+ ૧૩ તેં જે નથી માંગ્યું એ પણ હું આપીશ.+ હું તને ખૂબ ધનદોલત અને માન-મહિમા આપીશ.+ તારા જીવનકાળમાં તારા જેવો બીજો કોઈ રાજા થશે નહિ.+
-