-
એસ્તેર ૩:૮-૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ હામાને રાજા અહાશ્વેરોશને કહ્યું: “તમારા સામ્રાજ્યના બધા પ્રાંતોમાં+ એક એવી પ્રજા ફેલાયેલી છે,+ જેના નિયમો બીજા બધા લોકો કરતાં અલગ છે. એ પ્રજાના લોકો રાજાના નિયમો પાળતા નથી. તેઓને ચલાવી લેવા રાજાના હિતમાં નથી. ૯ રાજાને ઠીક લાગે તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવામાં આવે. હું અધિકારીઓને ૧૦,૦૦૦ તાલંત* ચાંદી આપીશ, જેથી તેઓ શાહી ખજાનામાં એને જમા કરી શકે.”*
૧૦ એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી વીંટી* કાઢી+ અને અગાગી+ હામ્મદાથાના દીકરા હામાનને આપી,+ જે યહૂદીઓનો દુશ્મન હતો. ૧૧ રાજાએ હામાનને કહ્યું: “જા, એ લોકો અને તેઓની ચાંદી* હું તને આપું છું. તને જે ઠીક લાગે એ કર.”
-