ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+ નીતિવચનો ૨૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+ યશાયા ૪૩:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+ તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+ યશાયા ૪૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ.+ તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ. મારી પાસે પાછા આવો, કેમ કે હું તમને છોડાવીશ.+
૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+
૨૨ હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ.+ તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ. મારી પાસે પાછા આવો, કેમ કે હું તમને છોડાવીશ.+