યશાયા
૪૩ હે યાકૂબ, તારો સર્જનહાર,
હે ઇઝરાયેલ, તને બનાવનાર યહોવા આમ કહે છે:+
“ગભરાઈશ નહિ, કેમ કે મેં તને છોડાવ્યો છે.+
તારું નામ લઈને મેં તને બોલાવ્યો છે.
તું મારો છે.
૨ તું પાણીમાં થઈને જઈશ ત્યારે, હું તારી સાથે હોઈશ.+
તું નદીઓમાં થઈને જઈશ ત્યારે, એ તને ડુબાડશે નહિ.+
તું આગમાં થઈને ચાલીશ ત્યારે, એ તને દઝાડશે નહિ,
કે પછી જ્વાળાઓથી તને ઊની આંચ પણ આવશે નહિ.
૩ હું યહોવા તારો ઈશ્વર છું.
હું ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર, તારો ઉદ્ધાર કરનાર છું.
તને છોડાવવાની કિંમત તરીકે મેં ઇજિપ્ત આપ્યું છે,
તારા બદલામાં ઇથિયોપિયા અને સેબા આપ્યા છે.
૪ તું મારી નજરમાં અનમોલ છે અને માનને યોગ્ય છે.+
મેં તારા પર પ્રેમ રાખ્યો છે.+
એટલે તારા બદલે હું લોકો આપી દઈશ,
તારા જીવનના બદલામાં પ્રજાઓ આપી દઈશ.
૫ ગભરાઈશ નહિ, કેમ કે હું તારી સાથે છું.+
હું તારા વંશજોને પૂર્વથી લઈ આવીશ
અને તમને પશ્ચિમથી ભેગા કરીશ.+
૬ હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે!’+
હું દક્ષિણને કહીશ, ‘તેઓને રોકીશ નહિ.
મારા દીકરાઓને દૂર દૂરથી અને મારી દીકરીઓને ધરતીના છેડેથી લઈ આવ.+
૭ મારા નામે ઓળખાતા દરેકને લઈ આવ.+
તેઓને મેં મારા ગૌરવ માટે ઉત્પન્ન કર્યા છે,
મેં તેઓને ઘડ્યા છે, તેઓની રચના કરી છે.’+
૮ જેઓ આંખો હોવા છતાં આંધળા છે,
જેઓ કાન હોવા છતાં બહેરા છે, તેઓને લઈ આવ.+
તેઓના દેવોમાંથી કોણ આ કહી શકે?
અથવા શું તેઓ કહી શકે કે ભાવિમાં કયા બનાવો પહેલા બનશે?+
તેઓ પોતાને સાચા સાબિત કરવા સાક્ષીઓ રજૂ કરે,
જેથી સાક્ષીઓ તેઓને સાંભળે અને કહે, ‘એ સત્ય છે!’”+
૧૦ યહોવા કહે છે: “તમે મારા સાક્ષી છો.+
હા, તમે મારા સેવક છો, જેઓને મેં પસંદ કર્યા છે,+
જેથી તમે મને ઓળખો, મારામાં ભરોસો મૂકો*
અને સમજો કે હું એ જ ઈશ્વર છું.+
મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી
અને મારા પછી કોઈ થવાનો નથી.+
૧૧ હું, હા, હું યહોવા છું.+ મારા વગર બીજો કોઈ બચાવનાર નથી.”+
૧૨ યહોવા કહે છે: “મેં જાહેર કર્યું, મેં બચાવ કર્યો અને મેં જાણ કરી ત્યારે,
તમારી વચ્ચે બીજો કોઈ દેવ ન હતો.+
તમે મારા સાક્ષી છો અને હું જ સાચો ઈશ્વર છું.+
૧૩ હું હંમેશાં એ જ ઈશ્વર છું.+
મારા હાથમાંથી કોઈ કશું પણ છીનવી શકતું નથી.+
હું કંઈ કરું ત્યારે, એને કોણ રોકી શકે?”+
૧૪ તમને છોડાવનાર,+ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર+ યહોવા કહે છે:
“હું તમારા માટે બાબેલોનમાં સૈન્ય મોકલીશ અને એના દરવાજાની બધી ભૂંગળો તોડી પાડીશ.+
આફતને લીધે ખાલદીઓ પોતાનાં વહાણોમાં પોક મૂકીને રડશે.+
૧૫ હું યહોવા છું, તમારો પવિત્ર ઈશ્વર,+ ઇઝરાયેલનો ઘડનાર+ અને તમારો રાજા.”+
૧૭ યુદ્ધના રથોને અને ઘોડાઓને,+
સૈન્યને અને શૂરવીરોને બહાર લાવનાર કહે છે:
“તેઓ ભોંયભેગા થઈ જશે અને પાછા ઊઠશે નહિ.+
જેમ સળગતી દિવેટ હોલવી નંખાય, તેમ તેઓનો નાશ કરવામાં આવશે.”
૧૮ “પહેલાંની વાતો યાદ ન કરો
અને જૂની વાતો વાગોળ્યા ન કરો.
૧૯ જુઓ, હું કંઈક નવું કરું છું.+
અરે, હમણાંથી એ થઈ રહ્યું છે.
શું તમે એ પારખી શકતા નથી?
૨૦ જંગલી જાનવરો મને માન આપશે,
શિયાળ અને શાહમૃગ મને માન આપશે.
હું વેરાન પ્રદેશમાં પાણી આપીશ
અને રણમાં નદીઓ વહાવીશ,+
જેથી મારા લોકોને, મારા પસંદ કરેલા લોકોને+ પાણી મળે.
૨૩ મને અગ્નિ-અર્પણો ચઢાવવા તું ઘેટાં લાવ્યો નથી,
અથવા બલિદાનો ચઢાવીને તેં મને મહિમા આપ્યો નથી.
૨૪ તેં તારા પૈસાથી મારા માટે સુગંધી બરુ લીધું નથી,
તારાં બલિદાનોની ચરબીથી તેં મને સંતોષ આપ્યો નથી.+
એના બદલે તેં તારાં પાપનો બોજો મારા પર નાખ્યો છે
અને તારા અપરાધોથી મને થકવી નાખ્યો છે.+
૨૫ હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+
તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+
૨૬ આવો, આપણે એકબીજા સામે મુકદ્દમો રજૂ કરીએ.
મને યાદ કરાવો, તમે ખરા છો એની સાબિતી હોય તો જણાવો.
૨૮ હું પવિત્ર જગ્યાના આગેવાનોને અશુદ્ધ કરીશ.
હું યાકૂબને વિનાશના માર્ગે મોકલી દઈશ
અને ઇઝરાયેલનું અપમાન થવા દઈશ.+