૩૭ તેમણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+૩૮ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. ૩૯ એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+૪૦ આ બે આજ્ઞાઓ આખા નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો છે.”+